PHOTOS

Bad Breath: બ્રશ કર્યા પછી પણ મોંમાંથી આવે છે દુર્ગંધ ? તો આ રીતે મેળવો છુટકારો

Bad Breath: દાંત રોજ સાફ કરવા જરૂરી છે જો દાંતની સફાઈ કરવામાં ન આવે તો ઘણી બધી બીમારીઓ શરીરમાં વધી જાય છે. સૌથી પહેલા તો મોમાંથી વાસ આવવાની સમસ્યા થવા લાગે છે. જોકે ઘણા લોકો એવા હોય છે જેવો નિયમિત બ્રશ કરે તેમ છતાં શ્વાસમાંથી દુર્ગંધ આવે છે. ઘણા લોકોને આ સમસ્યા એટલી બધી ગંભીર હોય કે આસપાસ બેઠેલા લોકોને પણ અસુવિધા થઈ જાય. આવી સમસ્યા હોય તે લોકોએ આ પાંચ કામ કરીને શ્વાસની દુર્ગંધથી મુક્તિ મેળવવી જોઈએ.

Advertisement
1/6
જીભ સાફ કરો
જીભ સાફ કરો

શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે ફક્ત દાંત સાફ કરવા પૂરતા નથી. જો તમે નિયમિત રીતે જીભ સાફ નથી કરતા તો તેનાથી પણ શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. તેથી જીભને સારી રીતે સાફ કરવી જોઈએ.

2/6
રાત્રે બ્રશ
રાત્રે બ્રશ

ઘણા લોકો દિવસની શરૂઆતમાં એકવાર બ્રશ કરીને સંતોષ માની લેતા હોય છે. પરંતુ સવારે બ્રશ કર્યા પછી આખો દિવસ તમે અનેક એવી વસ્તુઓ ખાવ છો જે શ્વાસમાં દુર્ગંધ વધારી શકે છે. તેથી  રાત્રે પણ બ્રશ કરવું જોઈએ. આ સિવાય તમે કોઈ મસાલેદાર વસ્તુ ખાધી છે તો તેના પછી પણ મોઢું બરાબર સાફ કરવું જોઈએ. 

Banner Image
3/6
માઉથ વોશ
માઉથ વોશ

તમે ઈચ્છો તો મોં સાફ કરવા માટે માઉથ વોશનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી મોઢાની દુર્ગંધ થી રાહત મળશે. બ્રશ કર્યા પછી હંમેશા માઉથ વોશ વડે કોગળા કરી લેવા જોઈએ. 

4/6
ગ્રીન ટી
ગ્રીન ટી

ગ્રીન ટીનો ઉપયોગ કરવાથી પણ શ્વાસની દુર્ગંધ થી છુટકારો મેળવી શકાય છે. તેમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે મોઢામાં વધતા બેક્ટેરિયાનો નાશ કરે છે. 

5/6
વરીયાળી
વરીયાળી

વરીયાળી અને એલચીનું સેવન એવા લોકોએ રોજ કરવું જોઈએ જેમને શ્વાસમાં દુર્ગંધની સમસ્યા હોય. તેનાથી મોઢામાંથી આવતી વાસથી છુટકારો મળે છે.

6/6




Read More