Get Rid of Rats: ઘરમાં એક ઉંદર પણ આવી જાય તો ઉધમ મચાવી દે છે. ઉંદરથી છુટકારો મેળવવો હોય અને તે પણ ઝેરી દવા વિના તો આ 5 ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે. આજે તમને એવા 5 ઉપાય જણાવીએ જેને કરવાથી ઉંદર ઘરમાં મરશે નહીં અને ભાગી પણ જશે.
ઉંદરને ભગાડવાનો સૌથી પ્રભાવી ઉપાય છે ચણાનો લોટ અને તંબાકુ, એક વાટકીમાં ચણાનો લોટ અને તંબાકુ મિક્સ કરી રાખી દો. આ મિશ્રણમાં ઘી પણ ઉમેરી શકાય છે. આ વસ્તુ ખાધા પછી ઉંદર ઘરમાં ટકશે નહીં.
કપૂરની તીવ્ર સુગંધ ઉંદરને પસંદ નથી. ઉંદરથી છુટકારો મેળવવો હોય તો ઘરના અલગ અલગ ખૂણે કપૂર રાખવા લાગો.
ઉંદર ભગાડવા માટે ફટકડી મદદરૂપ થશે. ફટકડીના ટુકડાને પાણીમાં મિક્સ કરી આ પાણી એ જગ્યાએ છાંટી દો જ્યાં ઉંદર વારંવાર આવતા હોય.
લાલ મરચાંની તીવ્ર ગંધ ઉંદરને ભગાડે છે. ઉંદર જ્યાંથી આવતા હોય તે જગ્યાએ લાલ મરચું પાવડર છાંટી દેવું, જો ઘરમાં બાળકો અને પાલતુ પ્રાણી હોય તો આ ઉપાય કરવામાં સાવધાની રાખવી.
ફુદીનાના તેલની ગંધથી ઉંદર દુર ભાગે છે. આ તેલમાં રુ પલાળી ઉંદર નીકળતા હોય તે જગ્યાએ રાખી દેશો તો ઉંદર ઘરમાં આવવાનું જ બંધ કરી દેશે.