રાજસ્થાનમાં રાજપૂત રાજાઓનું શાસન રહ્યું છે. અહીંના રજવાડા આખા દેશની શાનના રૂપમાં જોવામાં આવે છે.
રણની મધ્યમાં આવેલું આ શહેર પહેલા મારવાડ તરીકે ઓળખાતું હતું. આ રેતાળ શહેરમાં પડતી તીવ્ર ગરમી તેની પાછળનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. નિષ્ણાંતોના મતે, આકરી ગરમીથી બચવા માટે અહીંના ઘરોમાં વાદળી રંગ લગાવવામાં આવ્યો છે. દૂરથી જોવામાં આવે તો એવું લાગે કે જાણે શહેર વાદળી રંગમાં નહાતું હોય. તેથી આ શહેરને 'બ્લુ સિટી' તરીકે ઓળખાવવા લાગ્યું.