Glaciers Melting Of 3 Countries: 'બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી'એ ગ્લેશિયર્સના પીગળવા પર રિસર્ચ કર્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, અમેરિકા, સ્વિટ્ઝર્લૅન્ડ અને પશ્ચિમ કેનેડાના ગ્લેશિયર થોડા વર્ષોમાં ઘણા પીગળી ગયા છે.
'નેચર'માં પબ્લિશ આ રિસર્ચ અનુસાર, છેલ્લા 4 વર્ષમાં ગ્લેશિયર્સે છેલ્લા દાયકાની તુલનામાં બમણી ઝડપે પોતાનો બરફ ગુમાવ્યો છે. આનું મુખ્ય કારણ ગરમ અને શુષ્ક વાતાવરણને કારણે ગ્લેશિયર્સનું કાળા પડ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
'જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સ'માં પબ્લિસ થયેલા રિસર્ચ અનુસાર, યુએસ પેસિફિક નોર્થવેસ્ટમાં 4 ગ્લેશિયર્સ, પશ્ચિમ કેનેડામાં 3 અને સ્વિટ્ઝર્લૅન્ડમાં 20 ગ્લેશિયર્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, તે ઝડપથી પીગળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, જ્યારે ગ્લેશિયર બરફ કાળા કણોથી ઢંકાયેલો નથી, ત્યારે તે સૂર્ય તરફ રિફ્લેક્ટ થાય છે. આને અલ્બેડો અસર કહેવામાં આવે છે. સંશોધકોને જાણવા મળ્યું કે, 2021, 2023 અને 2024ના વર્ષોમાં અલ્બેડોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમાં સૌથી મોટો ઘટાડો 2023માં થયો હતો.
રિસર્ચ પેપરમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડાની રોકી પર્વતમાળામાં હેગ ગ્લેશિયરમાં 2022-2023 દરમિયાન લગભગ 20 ટકા ગ્લેશિયર પીગળવાનું કારણ ગ્લેશિયલ ડાર્કનિંગ હતું. આના કારણે બરફ ઝડપથી પીગળી રહ્યો હતો.
સંશોધકોએ જણાવ્યું કે, જો ગ્લેશિયર સતત ઝડપી ગતિએ પીગળતા રહેશે, તો ગ્લેશિયર્સ દ્વારા બનેલા તળાવોમાંથી પૂરનું જોખમ વધી શકે છે. આનાથી જમીનને ઘણું નુકસાન થઈ શકે છે. ભવિષ્ય માટે આ એક ખતરો બની રહેશે.
સંશોધકોએ જણાવ્યું કે, અમે તેના પર વિચાર કરવા માંગીએ છે કે, ભવિષ્યમાં બરફ ખતમ થવા પર તેના શું પરિણામો હશે. જ્યારે અમેરિકા અને પશ્ચિમ કેનેડામાંથી બરફ ખતમ થાય તે પહેલાં આ માટેની તૈયારીઓ શરૂ કરવી પડશે.