આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં સુસ્તી છે. આવામાં ઘરેલુ બજારોમાં પણ કઈક એવો જ માહોલ હતો. પરંતુ સુસ્ત શરૂઆત બાદ ગોલ્ડ હળવી તેજીમાં જોવા મળ્યું. વાયદા બજાર (MCX) પર ઓગસ્ટ કોન્ટ્રાક્ટનું ગોલ્ડ 64 રૂપિયાની તેજી સાથે 97,454 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. કાલે તે 97,390 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જુલાઈ કોન્ટ્રાક્ટની ચાંદી આ દરમિયાન 517 રૂપિયાની તેજી સાથે 1,06,741 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 1,06,224 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ગુરુવારે સોનાના ભાવમાં હળવો ઘટાડો જોવા મળ્યો. કારણ કે રોકાણકારોએ અમેરિકી રોજગાર આંકડાઓ આવતા પહેલા મોટી પોઝિશન લેવામાં અંતર જાળવ્યું. આ આંકડા અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી નીતિ અંગે ખુબ મહત્વપૂર્ણ સંકેત આપી શકે છે. સ્પોટ ગોલ્ડ 0.3% ગગડીને $3,346.47 પ્રતિ ઔંસ પર આવી ગયું. જ્યારે અમેરિકી ગોલ્ડ ફ્યૂચર્સ 0.1% ના મામૂલી કડાકા સાથે $3,357.20 પર ટ્રેડ થતું જોવા મળ્યું. જાણકારો મુજબ હાલ ગોલ્ડ $3,320 થી $3,360 ના દાયરામાં કન્સોલિડેશનના મોડમાં છે. બજારે વેઈટ એન્ડ વોચની રણનીતિ અપનાવી છે અને અમેરિકી નોકરીઓના આંકડા તથા ISM સર્વિસ PMI જેવા મહત્વના આંકડા આવ્યા બાદ જ આગામી દિશા નક્કી કરશે. આ સ્થિતિમાં ટ્રેડર્સ હાલ સતર્ક છે અને ગોલ્ડમાં કોઈ મોટા મૂવ માટે સ્પષ્ટ સંકેતની રાહ જોઈ રહ્યા છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 306 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 97,786 રૂપિયા પર પહોંચી ગયો છે. જે કાલે 97,480 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) મુજબ ચાંદીના ભાવમાં આજે 1,060 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 1,07,748 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે, જે કાલે 1,06,688 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)