Gold Silver Price: સોનાના ભાવમાં આજે ઉતાર ચડાવ જોવા મળ્યા છે. જ્યાં એક બાજુ વાયદા બજારમાં સોનું ઉછળ્યું છે તો રિટેલ બજારમાં સોનું ગગડ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું 25 ડોલર ચડીને 3350 ડોલરની નજીક પહોંચી ગયું. જ્યારે ચાંદી 36 ડોલર પાસે સ્થિર રહી. વાયદા બજારમાં સોનું 27 રૂપિયાના વધારા સાથે 97278 પર ટ્રેડ થતું જોવા મળ્યું. જો કે સિલ્વર 110 રૂપિયા તૂટીને 105837 પર ટ્રેડ થઈ રહ્યું છે. રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવ શું છે તે ખાસ જાણો.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 173 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 97,257 રૂપિયા પર પહોંચ્યો જે કાલે 97,430 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) મુજબ ચાંદીના ભાવમાં આજે 1,063 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 1,05,900 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 1,06,963 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)