સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત તેજીના માહોલ વચ્ચે એકબાજુ જ્યાં વાયદા બજારમાં ભાવ ઉછળ્યા છે ત્યાં રિટેલ બજારમાં સોનું ગગડ્યું છે. જો કે ચાંદીમાં ચમકારો ઘટતો જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે. સોનું ચાર દિવસની તેજી બાદ 30 ડોલર ગગડીને 3,350 ડોલર નજીક પહોંચી ગયું. જ્યારે 14 વર્ષની ઊંચાઈથી ચાંદી ઉપર પણ દબાણ જોવા મળ્યું છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 339 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 97964 રૂપિયા પર આજે જોવા મળ્યો છે. જે કાલે 98303 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 1867 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ 112000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. જે કાલે 113867 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
વાયદા બજાર MCX પર આજે સવારે સોનું 186 રૂપિયા ચડીને 97961 પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદીના ભાવમાં 461 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો જેના લીધે ભાવ 112475 પર પહોંચ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)