PHOTOS

Gold Rate Today: નવા અઠવાડિયાના પહેલા જ દિવસે પછડાયું સોનું, ઘટીને કેટલો થયો સોનાનો ભાવ? ચેક કરો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: સોનાના ભાવમાં આજે કડાકો જોવા મળ્યો છે. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોનું તૂટતું જોવા મળ્યું. જ્યારે ચાંદી પણ ગગડી છે. ટેરિફને લઈને જોવા મળી રહેલી હલચલને કારણે સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ ચેક કરો. 

Advertisement
1/3
આજનો સોના અને ચાંદીનો ભાવ
આજનો સોના અને ચાંદીનો ભાવ

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યાં મુજબ 24 કેરેટ 10  ગ્રામ સોનાના ભાવ 284 રૂપિયા તૂટીને 96737 રૂપિયા પર પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં 97021 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 556 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 107024 રૂપિયા પર પહોંચ્યો જે લાસ્ટ સેશનમાં 107580 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

2/3
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં ભાવ

વાયદા બજાર (MCX) પર સોનું 547 રૂપિયા તૂટીને 96443 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદી 879 રૂપિયા તૂટીને 107550 પર જોવા મળી. ટેરિફ પર જે ઘમાસાણ થઈ રહ્યું છે તેની અસર સોના અને ચાંદી પર જોવા મળી રહી છે. 

Banner Image
3/3
Disclaimer
Disclaimer

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  





Read More