PHOTOS

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં વળી પાછો જોરદાર ઘટાડો, એક જ ઝટકે આટલા ઘટી ગયા ભાવ, લેટેસ્ટ રેટ જાણો

સોનાના ભાવમાં આજે કડાકો જોવા મળ્યો છે. કારણ કે અમેરિકી ફેડરલ રિઝર્વે જુલાઈની બેઠકમાં વ્યાજ દરોને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ મજબૂત અમેરિકી આર્થિક આંકડાઓએ આ વર્ષે વ્યાજ દરોમાં કાપની સંભાવનાઓને પણ વધુ ઘટાડી છે. વૈશ્વિક બજારમાં સ્થિતિ જોઈએ તો સ્પોટ ગોલ્ડ 0.7% તૂટીને $3,301.82 પ્રતિ ઔંસ પર આવ્યું. યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ 0.9% ગગડીને $3,352.3 પર બંધ થયું. ફેડરલ રિઝર્વે વ્યાજ દરોને 4.25% થી 4.5%ના દાયરામાં યથાવત રાખ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાપની અપીલ છતાં ફેડે કડકાઈ વર્તી. 

Advertisement
1/5
આજનો સોના ચાંદીનો ભાવ
આજનો સોના ચાંદીનો ભાવ

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન  (IBJA) 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 603 રૂપિયા ગગડીને 98,414 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે જે કાલે 99,017 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે ચાંદી 1,655 રૂપિયા ગગડીને 1,11,745 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી જે કાલે 1,13,400 રૂપિયા પર ક્લોઝ થયો હતો.  

2/5
કેરેટ પ્રમાણે ભાવ
કેરેટ પ્રમાણે ભાવ

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન  (IBJA) મુજબ કેરેટ પ્રમાણે ભાવ જોઈએ તો 24 કેરેટ ફાઈન ગોલ્ડ (999)નો એક ગ્રામનો ભાવ 9841 રૂપિયા, જ્યારે 22 કેરેટનો ભાવ 9605 રૂપિયા, 20 કેરેટનો ભાવ 8759 રૂપિયા, 18 કેરેટનો 7972 અને 14 કેરેટનો એક ગ્રામ પ્રમાણે ભાવ 6348 રૂપિયા છે.     

Banner Image
3/5
ભારતમાં વાયદા બજારમાં ભાવ
ભારતમાં વાયદા બજારમાં ભાવ

ભારતમાં વાયદા બજાર (MCX) પર આજે સોનામાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં એક દિવસમાં 1200 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. સોનું સવારે 10:20 કલાકની આસપાસ 48 રૂપિયા ઘટીને 98,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. તેનું ઓપનિંગ હળવા વધારા સાથે થયું હતું. પરંતુ પછી તે ગગડવા લાગ્યું. સોનું કાલે 98,067 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું. ચાંદી 1264 રૂપિયાના કડાકા સાથે 1,11,600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી હતી. ઓપનિંગ બાદ ચાંદી વાયદો 1,12,108ના ઈન્ટ્રાડે લો પર ગયો હતો. કાલે તે 1,12,864 રૂપિયા પર બંધ થયો હતો.   

4/5
કેમ આવ્યો ઘટાડો
 કેમ આવ્યો ઘટાડો

વ્યાજ દરોમાં કાપની આશા નબળી પડી. જેનાથી બિન વ્યાજધારી સંપત્તિ જેમ કે સોનાનું આકર્ષણ ઘટ્યું. આર્થિક મજબૂતીથી ડોલરમાં તેજી અને બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવ્યો. જેનાથી સોના પર દબાણ વધ્યું. હવે ફેડના આગામી વલણની રાહ જોવાઈ રહી છે. જેનાથી શોર્ટ ટર્મમાં ઉતાર ચડાવ ચાલુ રહી શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે લાંબા સમયગાળાના રોકાણકારોએ ગભરાવવાની જરૂર નથી. ઘટાડા પર ખરીદી કરવાની તક સમજી શકાય છે. શોર્ટ ટર્મ ટ્રેડર્સે વોલેટિલિટીનું ધ્યાન રાખતા સ્ટ્રિક્ટ સ્ટોપલોસની સાથે ટ્રેડિંગ કરવું જોઈએ. ટ્રેડ ડીલનું સંકટ, ફેડની પોલીસી અને વૈશ્વિક આર્થિક સંકેતોને પગલે આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ ચાલુ રહી શકે છે. 

5/5
Disclaimer
Disclaimer

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)       





Read More