સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રિટેલ બજારમાં ઘટાડો તો વાયદા બજારમાં સોનું વધ્યું છે. વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજાર (MCX) પર આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોનું 158 રૂપિયા મોંઘુ થઈને 97977 રૂપિયા પર પહોંચ્યું. જ્યારે ચાંદી 10 રૂપિયા મોંઘી થઈને 113069 પર પહોંચી. કોમોડિટી માર્કેટની વાત કરીએ તો ત્યાં પણ ભારે ઉતારચડાવ જોવા મળ્યા. વૈશ્વિક બજારમાં સોનું 50 ડોલર ચડીને 3,390 ડોલર પાસે પહોંચ્યું. જો કે ઘર આંગણે રિટેલ બજારમાં તો સોનામાં નરમાઈ જોવા મળી. આજના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 13 રૂપિયા ઘટીને 98,375 રૂપિયા પર ખુલ્યો જે શુક્રવારે લાસ્ટ સેશનમાં 98,388 પર ક્લોઝ થયો હતો. જો કે શુક્રવારે ઓપનિંગમાં સોનું 98,735 રૂપિયા પર ખુલ્યું હતું એટલે કે લાસ્ટ ઓપનિંગ સેશન જોઈએ તો તેમાં 360 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે લાસ્ટ ઓપનિંગ સેશન કરતા આજના ઓપનિંગમાં 360 રૂપિયા સોનું ઘટીને ખુલ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી 1,135 રૂપિયા ગગડીને 1,13,207 રૂપિયા પર ખુલી છે. જે લાસ્ટ સેશનમાં 114342 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. લાસ્ટ ઓપનિંગ સેશનમાં ચાંદી 1,14,988 પર ખુલી હતી.
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)