PHOTOS

અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની મળશે રજા, એકાઉન્ટમાં આવતા પગારમાં થશે ઘટાડો!

Budget 2025: મોદી સરકાર બજેટમાં લેબર કોડના નિયમો લાગુ કરવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં તબક્કાવાર લેબર કોડ લાગુ કરવાની યોજનાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવા લેબર કોડને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે.
 

Advertisement
1/6

મોદી સરકાર બજેટમાં લેબર કોડના નિયમો લાગુ કરવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં તબક્કાવાર લેબર કોડ લાગુ કરવાની યોજનાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવા લેબર કોડને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે. કર્મચારીઓના કામના કલાકો વધશે. ઉપરાંત તમને અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનો વિકલ્પ મળશે. જો પીએફમાં કપાતી રકમ વધે તો દર મહિને મળતો પગાર ઘટી શકે છે.  

2/6
ત્રણ તબક્કામાં લાગુ થઈ શકે છે લેબર કોડ
ત્રણ તબક્કામાં લાગુ થઈ શકે છે લેબર કોડ

લેબર કોડ તમામ નાના અને મોટા ઉદ્યોગો અને વેપારીઓને નવી નીતિઓ લાગુ કરવા માટે સમય આપશે. જો સરકાર બજેટ 2025 માં આ કોડ્સની જાહેરાત કરે છે, તો તે આગામી નાણાકીય વર્ષમાં લાગુ કરવામાં આવશે. આ કોડ્સ માત્ર ઉદ્યોગપતિઓ અને કંપનીઓને સરળતા નહીં આપે, પરંતુ કર્મચારીઓને વધુ સારી સામાજિક સુરક્ષા પણ પ્રદાન કરશે.

Banner Image
3/6

લેબર કોડના નવા નિયમો અને યોજના હેઠળ નાના વેપારીઓને આ નિયમો લાગુ કરવામાં લગભગ બે વર્ષનો સમય લાગશે. તમને જણાવી દઈએ કે MSME એટલે કે નાના ઉદ્યોગો ભારતના વ્યાપાર માળખામાં 85% થી વધુ હિસ્સો ધરાવે છે.

4/6
રાજ્યો સાથે લેબર કોડને લઈને થઈ રહી છે વાતચીત
રાજ્યો સાથે લેબર કોડને લઈને થઈ રહી છે વાતચીત

શ્રમ મંત્રાલય આ કોડને લાગુ કરવા માટે રાજ્યો સાથે વાતચીત કરી રહ્યું છે. હાલમાં મંત્રાલય પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યો સાથે ડ્રાફ્ટ રેગ્યુલેશનને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. સરકાર પ્રથમ તબક્કામાં વેતન અને સામાજિક સુરક્ષા સંહિતા લાગુ કરવા માંગે છે. ડ્રાફ્ટ નિયમો માર્ચ 2025 સુધીમાં તમામ રાજ્યો સાથે તૈયાર થઈ જવાની અપેક્ષા છે.

5/6
શું છે લેબર કોડ્સ?
શું છે લેબર કોડ્સ?

ભારત સરકારે 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને ચાર લેબર કોડમાં એકીકૃત કર્યા છે. આ કાર્યનો ઉદ્દેશ્ય ઉદ્યોગપતિઓને મજબૂત કરવાનો અને કર્મચારીઓની સામાજિક સુરક્ષાને મજબૂત કરવાનો છે.કોડ ઓન વેજેસ, સોશિલ સિક્સોરિટી કોડ, ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ, ઓક્યૂપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન કોડ.

6/6
અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ આરામ-લેબર કોડ નિયમો
અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ આરામ-લેબર કોડ નિયમો

લેબર કોડમાં કામના ચાર દિવસ અને અઠવાડિયામાં ત્રણ દિવસ આરામની નીતિ પણ સામેલ હોઈ શકે છે. આ નિયમનો હેતુ કર્મચારીઓના કામ અને જીવન વચ્ચે સંતુલન બનાવવાનો છે. જો કે, અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાના નિયમથી કામના કલાકો વધશે. તેમજ પ્રોવિડન્ટ ફંડમાંથી કપાતી રકમમાં પણ વધારો થશે. આવી સ્થિતિમાં મળતો પગાર ઓછો હોઈ શકે છે.  





Read More