આજથી 5 દિવસ બાદ 10 એપ્રિલ 2025ના ચંદ્ર અને ગુરૂની ચાલમાં ફેરફાર થશે, તે પહેલા કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાની સંભાવના છે. આવો જાણીએ આવનારા દિવસોમાં કયા જાતકોને લાભ થશે.
જ્યોતિષ દ્રષ્ટિથી 10 એપ્રિલ 2025નો દિવસ ખાસ છે, કારણ કે આ દિવસે ચંદ્ર અને ગુરૂ બંને ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. 10 એપ્રિલ 2025ના સાંજે 7 કલાક 4 મિનિટ પર ચંદ્ર દેવ કન્યા રાશિમાં ગોચર કરશે. ચંદ્ર ગોચર બાદ ગુરૂની ચાલમાં ફેરફાર થશે. 10 એપ્રિલે બૃહસ્પતિ સાંજે 7 કલાક 51 મિનિટ પર ગુરૂ દેવ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરૂ અને ચંદ્રની ચાલમાં ફેરફાર થવાથી 12 રાશિઓના સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ, કરિયર અને આવક પર અસર થશે. પરંતુ ત્રણ રાશિઓ પર આ ગ્રહોની શુભ અસર થશે. જાણો ગુરૂ અને ચંદ્રની ચાલમાં ફેરફારથી કયા જાતકોને લાભ થશે.
ચંદ્ર અને ગુરૂ ગોચરનો શુભ પ્રભાવ મિથુન રાશિના જાતકો પર પડશે. કેટલાક જાતકોને કરિયરમાં લાભ થશે તો વેપાર કરનાર જાતકોને ધનલાભ થઈ શકે છે. ગ્રહ ગોચરના શુભ પ્રભાવને કારણે કપલ વચ્ચે રોમાન્સ વધશે. પરિવાર સાથે સમય પસાર થશે અને સંબંધોમાં મધુરતા વધશે.
આવનાર 5 દિવસ કર્ક રાશિના જાતકો માટે સારા રહેશે. લવ લાઇફમાં કોઈ મોટી ચિંતા આવશે નહીં. યુવા વર્ગ પોતાના પેશનને ફોલો કરશે તો તેને કરિયરમાં મોટી સિદ્ધિ મળી શકે છે. સમાજમાં તમારા કામને નવી ઓળખ મળશે. કારોબારી અને દુકાનદારોની આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમે તમારા પિતાના નામ પર મકાન ખરીદી શકો છો.
વ્યાપારિક મામલામાં સફળતા મળશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ચંદ્ર અને ગુરૂની બદલાયેલી ચાલના શુભ પ્રભાવને કારણે લોકોને તેની મહેનતનું ફળ મળશે. અટવાયેલા કાર્યોમાં સફળતા મળશે અને ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. નોકરી કરનાર જાતકોના કામની પ્રશંસા થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.