PHOTOS

June 2025: ગ્રહ ગોચરના કારણે 5 રાશિઓ માટે આખો જૂન મહિનો શુભ, અટકેલા કામ પુરા થશે, આર્થિક લાભની પ્રબળ સંભાવના

June 2025 Horoscope: ગણતરીના દિવસોમાં જૂન માસની શરુઆત થશે. જૂન મહિનો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ છે. આ માસ દરમિયાન મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થશે. જૂન મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હશે અને સાથે જ બુધ, મંગળ અને શુક્ર રાશિ પરિવર્તન કરશે. 
 

Advertisement
1/7
5 રાશિઓ માટે જૂન મહિનો શુભ
5 રાશિઓ માટે જૂન મહિનો શુભ

ગ્રહોની ચાલમાં જે ફેરફાર થશે તેની સકારાત્મક અસર 5 રાશિઓ પર જોવા મળશે. તો ચાલો જાણીએ કે કઈ 5 રાશિઓ માટે જૂન મહિનો શુભ સાબિત થશે.  

2/7
મિથુન રાશિ
મિથુન રાશિ

જૂન મહિનાની શરૂઆતમાં મિથુન રાશિના લોકોને થોડા સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે પરંતુ પછી સફળતા મળશે. લાંબા સમયથી જે કામ અટકેલા હતા તે કાર્ય હવે પુરા થવા લાગશે. જે યોજનાને લાંબા સમયથી પૂરી કરવી હતી તે જૂન મહિનામાં સાકાર થઈ શકે છે. કાર્ય સ્થળ પર થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ સરળતાથી તેને પાર કરી શકશો. માન સન્માનમાં વૃદ્ધિ થશે અને પરિવારમાં સુખદ સમાચાર મળશે.   

Banner Image
3/7
કન્યા રાશિ 
કન્યા રાશિ 

કન્યા રાશિ માટે પણ જૂન મહિનો પ્રગતિ અને સમૃદ્ધિના સંકેત આપે છે. કાર્ય ધીરે ધીરે ગતિ પકડશે પરંતુ લાભ થશે. જૂન મહિનામાં ભૂમિ કે વાહનની ખરીદીના યોગ બની શકે છે. ધનમાં પણ વૃદ્ધિ જોવા મળશે. માનસિક રીતે રાહત મળશે. જૂન મહિનામાં યાત્રા કરવી પડી શકે છે.   

4/7
તુલા રાશિ 
તુલા રાશિ 

તુલા રાશિ માટે પણ જૂન મહિનો અત્યંત શુભ રહેવાનો છે. શુક્ર મેષ રાશિમાં હશે અને તુલા રાશિ પર દ્રષ્ટિ કરશે જેના કારણે કારકિર્દીમાં ઉન્નતિ અને સફળતા મળવાના સંકેત છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. અચાનક ધન લાભની સંભાવના પણ છે. વિદેશ સંબંધિત કામોમાં સફળતા મળી શકે છે. આ મહિનો મહત્વકાંક્ષાઓ પૂરી કરવામાં સહાયક રહેશે   

5/7
ધન રાશિ 
ધન રાશિ 

ધન રાશિના લોકો માટે પણ જૂન મહિનો શુભ રહેવાનો છે. જૂન મહિનામાં ગુરુની સપ્તમ દ્રષ્ટિ આ રાશિ પર પડશે જેના કારણે ઢૈયા ચાલતી હોવા છતાં પણ લાભ મળવાના સંકેત મળે છે. જૂન મહિનામાં પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે છે આ સમયે ધાર્મિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે. જમીન સંબંધિત મામલે લાભ થવાની સંભાવના. જોકે સફળતા માટે પ્રયત્ન વધારે કરવા પડશે.   

6/7
કુંભ રાશિ 
કુંભ રાશિ 

કુંભ રાશિના લોકો માટે પણ જૂન મહિનો સંઘર્ષ અને ઉપલબ્ધિઓ વાળો રહેશે. કાર્યમાં સંઘર્ષ કરવો પડશે પરંતુ તેના અંતે ઉપલબ્ધિ એટલે કે સફળતા મળશે. જૂન મહિનામાં મંગળ અને કેતુની સપ્તમ દ્રષ્ટિ હોવા છતાં ગુરુની નવમ દ્રષ્ટિ ભાગ્યનો સાથ અપાવશે. અટકેલા કામમાં ગતિ આવશે. કાર્ય સ્થળ પર સહયોગ મળશે. આવકના સ્ત્રોત ઊભા થશે. શુભ કાર્યમાં ખર્ચ થઈ શકે છે. વેપારમાં સમજદારીથી નિર્ણય લેશો તો લાભ નિશ્ચિત છે.  

7/7




Read More