જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ મોટા ગ્રહો સમયાંતરે પોતાની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરતા રહે છે. તેના પ્રભાવો તમામ જીવો પર અલગ અલગ રીતે પડે છે. આગામી કેટલાક દિવસોમાં રાહુ અને મંગળનું ગોચર થવા જઈ રહ્યું છે. આ બંને ગ્રહો અલગ અલગ પ્રકૃતિના છે પરંતુ જ્યારે તે સાથે આવે છે તો તેનો પ્રભાવ સુખદ પડે છે.
વૈદિક જ્યોતિષ મુજબ છાયા ગ્રહ તરીકે જેની ગણતરી થાય છે તે રાહુ હાલ ઉત્તરા ભાદ્રપદના દ્વિતિય પદમાં ગોચર કરે છે. તે 12 જાન્યુઆરી 2025 (રવિવાર)ના રોજ રાતે 9.11 વાગે દ્વિતિય પદથી પ્રથમ પદમાં પ્રવેશ કરશે. જ્યારે કલ્યાણકારી ગ્રહ ગણાતા અને કલ્યાણના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે મંગળ પણ 12 જાન્યુઆરીના રોજ રાતે 11.52 વાગે પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે. જેના પ્રભાવથી 3 રાશિઓના સારા દિવસોની શરૂઆત થઈ રહી છે. જેના કારણે ધન ભંડારમાં વધારો થશે અને કામમાં આવતી અડચણો પણ દૂર થાય તેવા યોગ છે. આ ગોચરથી કોને લાભ થઈ શકે છે તે ખાસ જાણો.
રાહુ-મંગળના નક્ષત્ર પરિવર્તનથી ધનુ રાશિના જાતકોને ખુબ ફાયદો થવાના યોગ છે. આ ગોચરના કારણે તમારા ભૌતિક સુખોમાં વધારો થઈ શકે છે. જોબ કરતા જાતકો માટે આ ફેરફાર ઉત્તમ રહેશે. તમારી આવકના નવા નવા સ્ત્રોત બની શકે છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો આવશે. તમને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. કોઈ નવું વાહન ખરીદવાનું પણ પ્લાનિંગ કરી શકો છો.
બંને પ્રમુખ ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિવાળા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધવાના યોગ છે. તમને અનેક સન્માનોની પ્રાપ્તિ થઈ શકે છે. જીવનસાથી સાથે તમારો સમય શાનદાર રીતે પસાર થશે. તમે તેની સાથે ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. કરિયર માટે ગોલ્ડન ટાઈમ શરૂ થશે. બોસ તમારા કામથી પ્રસન્ન રહેશે અને તે તમને પ્રમોશન આપવા પર વિચાર કરી શકે છે.
વૃષભ રાશિના જાતકો બંને હાથથી પૈસા ભેગા કરવા માટે તૈયાર થઈ જાઓ. તમને કોઈ જૂના રોકાણથી શાનદાર રિટર્ન કે નફો થઈ શકે છે. અચાનક પૈસા આવવાથી તમે કોઈ નવી પ્રોપર્ટી કે ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છો. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. જૂની બીમારીમાંથી ધીરે ધીરે છૂટકારો મળવાનો શરૂ થશે. જેના કારણે રાહત મહેસૂસ કરશો. તમારી ઈચ્છાઓ પૂરી થવાનો સમય હશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.