Panchgrahi Yog on Akashya Tritiya 2023: વૈશાખ મહિનાની શુદ ત્રીજના દિવસે અખાત્રીજની ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં અખાત્રીજને સિદ્ધ અને શુભ મુહૂર્ત ગણાવવામાં આવ્યું છે. સાથે તેને ધનતેરસ જેટલું ખાસ અને ફળયાદી માનવામાં આવે છે. વર્ષ 2023માં અખાત્રીજ પર ખુબ ખાસ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે 125 વર્ષ બાદ મેષ રાશિમાં સૂર્ય, ગુરૂ, બુધ, રાહુ અને અરૂણ પંચગ્રહી યોગનું નિર્માણ કરશે. જેની અસર દરેક રાશિઓ પર જોવા મળશે, પરંતુ કેટલીક ખાસ રાશિઓ પર તેનો વિશેષ પ્રભાવ રહેશે.
અખાત્રીજ પર મેષ રાશિમાં ઘણા સંયોગ બનતા જોવા મળી રહ્યાં છે. આ વખતે મેષ રાશિના જાતકોને દરેક તરફથી લાભની પ્રાપ્તિ થશે. તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ધર્મ-કર્મ સંબંધી કાર્ય કરશો. સાથે ધન અને સોનાની પ્રાપ્તિનો સંયોગ બની રહ્યો છે.
અખાત્રીજ પર તમારી રાશિના સ્વામી શુક્રની સ્વરાશિ વૃષભમાં સ્થિતિ હોવાથી તમને રાજયોગનો લાભ મળશે. આ રાશિના જાતક અખાત્રીજ પર વસ્ત્ર આભૂષણ અને ભૌતિક સુખોનો લાભ મળશે. પરિવારમાં સ્નેહ અને પ્રેમ વધશે.
કર્ક રાશિના સ્વામી રાશિથી 11માં ભાવમાં શુક્ર સાથે હશે અને રાશિના 10માં ઘરમાં પંચગ્રહી યોગ બનશે. તેવામાં તમને કાર્યક્ષેત્રમાં આગળ વધવાનો અવસર મળશે, આર્થિક લાભથી મન પ્રસન્ન થશે, તમને આભૂષણોની પ્રાપ્તિ થઈ શકે છે.
અખાત્રીજ આ વખતે સિંહ રાશિના જાતકો માટે ફળયાદી રહેશે. તમને તમારા પ્રયાસમાં ઘરના વડીલોનો સહયોગ અને આશીર્વાદ મળશે. સમાજ અને પરિવારમાં તમારો પ્રભાવ વધશે. સોનું તથા તાંબાની વસ્તુની ખરીદી કરી તમે આ અખાત્રીજને વિશેષ રૂપથી શુભ અને મંગળકારી બનાવી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)