PHOTOS

આજે 376 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય ઘટના, ચૂકી ગયા તો ખુબ પસ્તાશો, જાણો સમય

આજે 376 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય ઘટના, ચૂકી ગયા તો ખુબ પસ્તાશો, જાણો સમય

Advertisement
1/5
વર્ષ 1623 બાદ જોવા મળશે આ નજારો
વર્ષ 1623 બાદ જોવા મળશે આ નજારો

એક્સપર્ટના જણાવ્યાં મુજબ 1623  બાદ આવો અદભૂત નજારો આજે જોવા મળશે. એ પણ માત્ર સંયોગ જ છે કે વર્ષ 2020નો સૌથી નાનો દિવસ એટલે કે 21 ડિસેમ્બરનો આ અદભૂત નજારો આપણને જોવા મળી રહ્યો છે. 

2/5
વધુ ચમકતો જોવા મળશે ગુરુ
વધુ ચમકતો જોવા મળશે ગુરુ

ભારતમાં આ દુર્લભ સંયોગ સાંજે  6:30 થી 7:30 વાગ્યા સુધી જોવા મળશે. આ દરમિયાન શનિની સરખામણીમાં ગુરુ ગ્રહ વધુ ચમકતો જોવા મળશે. વૈજ્ઞાનિકોએ તેને Great Conjunction નામ આપ્યું છે. 

Banner Image
3/5
આગામી 60 વર્ષમાં ફરીથી જોવા નહીં મળે આવી ઘટના
 આગામી 60 વર્ષમાં ફરીથી જોવા નહીં મળે આવી ઘટના

નાસાના જણાવ્યા મુજબ બંને ગ્રહ એક ડિગ્રીના દસમા ભાગ  બરાબર દેખાશે. આ પ્રકારની ઘટના આગામી 60 વર્ષમાં ફરીથી નહીં જોવા મળે, એટલે કે 2080 સુધી આવી કોઈ ઘટના જોવા મળશે નહીં. 

4/5
બંને ગ્રહો વચ્ચે આભાસી અંતર 0.06 ડિગ્રી રહી જશે
બંને ગ્રહો વચ્ચે આભાસી અંતર 0.06 ડિગ્રી રહી જશે

આ દુર્લભ ખગોળીય ઘટના સમયે ગુરુ અને શનિ વચ્ચેનું આભાસી અંતર માત્ર 0.06 ડિગ્રી રહી જશે. જો કે આ બંને ગ્રહો વચ્ચેનું ભૌતિક અંતર લગભગ 73.5 કરોડ કિમી ઓછું થઈ જશે. 

5/5
અનેક લોકોએ આ ઘટનાને ક્રિસમસ સ્ટાર નામ આપ્યું
અનેક લોકોએ આ ઘટનાને ક્રિસમસ સ્ટાર નામ આપ્યું

આ પ્રકારની અદભૂત ખગોળીય ઘટના જોવા મળી રહી છે તેને અનેક લોકો ક્રિસમસ સાથે પણ જોડી રહ્યા છે. તેઓ તેને ક્રિસમસ સ્ટાર(Christmas star) પણ જણાવી રહ્યા છે. આ ઘટનાને દૂરબીન અને અન્ય યંત્રો દ્વારા જોઈ શકાશે. 





Read More