PHOTOS

ડંકાની ચોટ પર લખી રાખજો! ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું એલર્ટ

soon Forecast: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવે ગુજરાતીઓએ આજે શુકનની લાપસી બનાવવી જોઈએ. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી વિશે અ...

Advertisement
1/6

રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન IMDએ ચોમાસા અંગે આગાહી કરી છે. રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળદાર વરસાદ આવી શકે છે. ભાવનગર અને અમરેલીમાં અતિભારે વરસાદ વરસશે. તો નવસારી, વલસાડ અને સુરતમાં પણ અતિભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે વરસાદના એલર્ટ જાહેર કર્યું છે.

2/6

ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે, તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆત સમય પહેલા થઈ શકે છે. IMD ની આગાહી મુજબ, ચોમાસુ હવે 18 જૂન સુધીમાં મધ્ય અને પૂર્વ ભારતના બાકીના ભાગો અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોને આવરી લેશે. તે 19 જૂનથી 25 જૂનની વચ્ચે ઉત્તરપશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધવાની ધારણા છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

Banner Image
3/6

ગુજરાતમાં વરસાદના આગમન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 16થી 18 જૂન સુધી વરસાદી એક્ટિવિટી વધશે. 16 જૂને ભારે પવન ફૂંકાવાનું એલર્ટ છે. 17 જૂને ભારે પવન સાથે વરસાદ આવશે. માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતના 104 તાલુકામાં વિધિવત ચોમાસું બેઠું છે. હવામાન વિભાગે 18 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ચોમાસું 25 જૂન સુધી દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. મધ્ય ભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો 18 જૂન સુધીમાં સત્તાવાર પ્રારંભ થઈ શકે છે.

4/6

ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે, ત્યારે આજથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ઘમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગત 26 તારીખથી મુંબઈમાં ચોમાસું નિષ્ક્રિય થયું હતું, એટલે કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે. આવા સંજોગોમાં 19 દિવસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત મળ્યા છે.

5/6

કેરળ-મુંબઈમાં તો ચોમાસું આવી ગયું હતું, પરંતુ ત્યાંથી ચોમાસું આગળ વધતુ જ ન હતું. ચોમાસું મુંબઈ બાદ અટકી ગયું હતું. જેને હવામાનની ભાષામાં મોન્સુન બ્રેકની સ્થિતિ કહેવાય છે. ત્યારે મોન્સુન બ્રેક હટી ગયું છે. કારણ કે, અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા ચોમાસું ધીરે ધીરે આગળ વધતું ગુજરાત સુધી પહોંચી ગયું છે. જેથી ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે, તે પ્રિમોન્સુન એક્ટિવિટીનો વરસાદ છે. 

6/6

સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે. 22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમા 24 થી 30 ગુજરાતમા વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 





Read More