Accident News : ગુજરાતીઓના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માઉન્ટ આબુમાં ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો હતો. જોકે, આ અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માઉન્ટ આબુમાં ગુજરાતની બસને અકસ્માત નડ્યો હતો. ગુજરાત ટ્રાવેલ્સની બસની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો હતો.
માઉન્ટ આબુ ટોલનાકા પાસે બસને અકસ્માત નડ્યો હતો. પથ્થર સાથે બસ ભટકાઈ છતા બસચાલકની સમયસૂચકતાના કારણે પેસેન્જર્સનો બચાવ થયો હતો.
ટોલનાકાના કર્મચારીઓએ બસમાંથી મુસાફરોને નીચે ઉતાર્યા હતા. અકસ્માતમાં કેટલાક મુસાફરોને નાના-મોટી ઈજા પહોંચી છે.