PHOTOS

ગુજરાતમાં કુદરતનો કાળો કહેર! મુશળધાર વરસાદમાં રમકડાંની જેમ તણાઈ કારો, 5 લોકો ગુમ

Gujarat Floods: ગુજરાતમાં કુદરતનો કહેર યથાવત છે. રાજ્યના ઘણા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક જિલ્લામાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 

Advertisement
1/5

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગાંધીનગર-અમદાવાદ સહિત ઘણા શહેરોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. જ્યારે વલસાડ જિલ્લાના વાપીમાં આજે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર કલાકમાં વલસાડ જિલ્લામાં લગભગ 70 મીમી વરસાદ નોંધાઈ ગયો છે. જ્યારે, ધરમપુરમાં 70 મીમી, કપરાડામાં 50 મીમી, ઉમરગાંવમાં 25 મીમી અને વાપીમાં 45 મીમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઘણા શહેરોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

2/5

હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન દાહોદ, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી અને ડાંગ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સતત વરસી રહેલ વરસાદને કારણે ઘણા શહેરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. ગાંધીનગરમાં વરસાદ અને વાવાઝોડા પછી પાણીમાં ડૂબી ગયેલા અંડરપાસને પાર કરવામાં રાહદારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનો કલાકો સુધી અંડરપાસ નીચે અટવાયા છે.

Banner Image
3/5
હવામાન વિભાગે જાહેર કર્યુ યલો એલર્ટ
હવામાન વિભાગે જાહેર કર્યુ યલો એલર્ટ

હવામાન વિભાગે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. IMDએ જણાવ્યું કે, 25 જૂન સુધી આંધી તોફાન સાથે ભારે વરસાદના આગાહી છે. આ દરમિયાન ગુજરાતના બોટાદ જિલ્લામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે સાવચેતીના પગલાં લીધા છે અને 40 લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે.

4/5
પાંચ લોકો ગુમ થયા
પાંચ લોકો ગુમ થયા

જ્યારે એક મોટો અકસ્માત પણ જોવા મળ્યો છે. અહીં એક કાર નદીમાં વહી જતાં પાંચ લોકો ગુમ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તેમજ કેટલાક રસ્તાઓ અને પુલો બંધ કરવા પડ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, અમદાવાદ, સુરત અને ભરૂચ સહિત ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો છે.

5/5
ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના કેટલાક વધુ ભાગોમાં વધ્યું આગળ
ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના કેટલાક વધુ ભાગોમાં વધ્યું આગળ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. જ્યારે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં રચાયેલા ઓછા દબાણવાળા ક્ષેત્ર અને સંકળાયેલ વાયુ ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે.





Read More