PHOTOS

ગુજરાત સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા! પણ તમને મળશે કે નહીં? જાણો આ યોજનાનો લાભ કોને મળશે!

Disabled Pension Scheme: વિકલાંગ લોકોને ઘણી વાર એવું કામ મળતું નથી જે તેમનું જીવન સરળ બનાવી શકે. આ કારણે તેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. વૃદ્ધાવસ્થામાં તેઓ વધુ લાચાર બની જાય છે. તેથી સરકારે તેમના માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરેલી છે.

Advertisement
1/5

Mental retardation: ગુજરાત સરકારના સામાજિક સુરક્ષા વિભાગ હેઠળ સમાજના ખાસ જરૂરિયાતમંદ વર્ગો જેવા કે અનાથ, નિરાધાર બાળકો (Destitute Children), અપંગ, વ્યંઢળ, ભિખારી અને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાં માનસિક વિકલાંગ (Mental retardation) વ્યક્તિઓને માસિક નાણાકીય સહાય (monthly financial aid) પૂરી પાડવા માટેની યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના હેઠળ દર મહિને સહાય આપવામાં આવે છે.

2/5
યોજનાનો લાભ લેવા માટે પાત્રતા માપદંડ (Eligibility Criteria to avail the scheme:):
યોજનાનો લાભ લેવા માટે પાત્રતા માપદંડ (Eligibility Criteria to avail the scheme:):

અરજદારની ઉંમર જન્મથી 79 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 50% કે તેથી વધુ માનસિક વિકલાંગતા / ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર / સેરેબ્રલ પાલ્સી ધરાવતી વ્યક્તિ લાભ મેળવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ વિકલાંગતા ઓળખ કાર્ડ અને વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

Banner Image
3/5
અપંગ વ્યક્તિઓને મળનારા લાભ:
અપંગ વ્યક્તિઓને મળનારા લાભ:

જન્મથી 79 વર્ષ સુધીના 50% કે તેથી વધુ માનસિક વિકલાંગતા / ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર / મગજનો લકવો દિવ્યંગતાવાળા લાભાર્થીઓને ₹ 1000/- ની માસિક સહાય આપવામાં આવશે. અરજદારની સહાયતા પોસ્ટ અથવા બેંક ખાતામાં ડાયરેક્ટ ડીબીટી ટ્રાન્સફર. દ્વારા આપવામાં આવશે.

4/5
યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો (Required Documents)
યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો (Required Documents)

વિકલાંગ ઓળખ કાર્ડની નકલ, વિકલાંગતાની ટકાવારી દર્શાવતા તબીબી પ્રમાણપત્રની નકલ, ઉંમરનો પુરાવો (શાળા છોડવાનું પ્રમાણપત્ર/જન્મ પ્રમાણપત્ર), રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો

5/5
કેવી રીતે અરજી કરવી (how to apply)?
કેવી રીતે અરજી કરવી (how to apply)?

આ અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જણાવ્યું હતું કે આ યોજના હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી અરજીપત્રક મેળવી તમામ માહિતી ભર્યા બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને ઓનલાઈન અરજીઓની ચકાસણી અને મંજૂર કરવાની સત્તા છે.





Read More