arat Rains: ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે. ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે 4 સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટના કારણે આગામી દિવસોમાં ...
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હવામાન વિભાગે બપોરે 1 વાગેથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભરુચ, નર્મદા, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર. જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ અલર્ટ આપવામાં આવી છે.
નવસારી, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં હળવા વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું છે.
આગાહી મુજબ પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને લઈ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વહેલી સવારથી 5 ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સુરત શહેરમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.