PHOTOS

લખી રાખજો! આ જિલ્લામાં થશે ભારે વરસાદ; ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી! દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેઠું

arat Monsoon Update: અંબાલાલ પટેલે કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે. જો કે, આ સાથે જ તેમણે રાજ્યમાં...

Advertisement
1/6

લેટેસ્ટ અપડેટ અનુસારના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું ચારથી પાંચ દિવસમાં શરૂ થવાની શક્યતા છે. ગુજરાતમાં 15મી જૂનથી વરસાદનું જોર વધશે. 14થી 17 જૂન દરમિયાન થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતમાં ચોમાસું ચારથી પાંચ દિવસમાં પ્રવેશ કરશે.  

2/6

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહેશે. એ સિવાય કેટલાક વિસ્તારોમાં પ્રતિકલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી જેટલુ વધુ નોંધાયું છે. ગાંધીનગર અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

Banner Image
3/6

હવામાન નિષ્ણાતે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. 15 તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 15 થી 22 તારીખમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદનું કારણ બંગાળની ખાડીમાંથી આવતી હવાની સિસ્ટમ છે, જે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેની અસર જોવા મળશે.  

4/6

ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 5 જૂન પછી,દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થશે. જોકે, આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.

5/6

ચોમાસાના આગમનની સાથે જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

6/6

ચોમાસાના આગમનની સાથે જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 





Read More