PHOTOS

ઉત્તર ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન! 10 ઈંચ સુધીનો પડશે વરસાદ, અંબાલાલની તોફાની આગાહી

Gujarat Heavy Rain Forecast: ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં આભ ફાટ્યું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આગામી 24 કલાક ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થઈ શકે છે.

Advertisement
1/7

અંબાલાલ પટેલની આગાહી મુજબ કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. પંચમહાલ તથા મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે પશ્ચિમ-સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે. 7 થી 12 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. કેટલાક ભાગોમાં 8 થી 10 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે.

2/7

અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદના કારણે જળમગ્ન થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 18 જૂલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. જૂલાઈના અંતિમ સપ્તાહ દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બનશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ બનતા પવન સાથે ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે.  

Banner Image
3/7

7 દિવસ દક્ષિણના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી છે. ચોમાસું ગુજરાતમાં બરાબર જામ્યું છે. અત્યાર સુધી સારો એવો વરસાદ પડી ગયો છે અને હજુ પણ સારા વરસાદનું અનુમાન છે. તો ફરી નદી-નાળા અને ડેમ છલકાશે. ખેડૂતો ખુશખુશાલ થશે અને સારી ખેતી આ વખતે થવાની સંભાવના છે.

4/7

ગુજરાતમાં વરસાગ વરસી રહ્યો છે અને હજુ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર છે અને ફરી દક્ષિણમાં જ દે ધનાધન વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણના તમામ જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. મુશળધાર મેઘાની ફરી એન્ટ્રી ગુજરાતમાં થઈ છે, ખાસ દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓ બે કાંઠે થઈ છે.

5/7

3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. 

6/7

ગુજરાતમાં અત્યારે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા એક મહિના ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, નૈઋત્યના ચોમાસાએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીથી તબાહી મચાવી દીધી છે. હવે આ બધાની વચ્ચે આજે પણ હવામાન વિભાગે નવી આગાહી કરી છે. 

7/7

ખાસ વાત છે કે, રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે આ દરમિયાન 40 કિ.મીની ઝડપે પવન પણ ફૂંકાશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે 3 જુલાઇએ રાજ્યમાં 13 જિલ્લાને યલો એલર્ટ પર મુકવામાં આવ્યા છે, આ ઉપરાંત 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 19 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.





Read More