PHOTOS

આ તારીખો નોંધી લેજો! ઓગસ્ટ નહીં! સપ્ટેમ્બરમાં પડશે આફતનો વરસાદ, અંબાલાલની જળબંબાકારની આગાહી!

Ambalal Patel Forecast For Cyclone: અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. તેમણે છેક સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાનની આગાહી પર અંબાલાલ પટેલે પુષ્ટિ આપી છે. 

Advertisement
1/7

અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છ, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદનું યેલો અલર્ટ છે. ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્ય તરફ એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફ શોર ટ્રફ, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણમાં રેડ અલર્ટ અપાયું. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં ઓરેન્જ અલર્ટ છે. દાહોદ, મહીસાગર, વડોદરામાં ઓરેન્જ અલર્ટ છે. તો ભરૂચ, સુરત અને ડાંગમાં પણ ઓરેન્જ અલર્ટ છે.

2/7

રાજ્યમાં હવે મેઘરાજા ધડબડાટી બોલાવશે. આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ. આજે 4 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ છે. તો 26 જિલ્લામાં યલો-ઓરેન્જ અલર્ટ છે. રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. બે દિવસ માટે ભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી માટે રેડ અલર્ટ છે.

Banner Image
3/7

અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવશે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. આમ, ઓગસ્ટ મહિનામાં વરસાદ યથાવત રહેશે. 

4/7

અંબાલાલ પટેલે 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્યઝ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમઝ સાયકલોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ છવાયો છે. આ સાથે જ ઓગસ્ટમાં 6 થી 10 તારીખ અને 18 થી 21 તારીખે ભારથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 3 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે. 

5/7

હવામાન નિષ્ણાતે વિરામ લઈને વરસતા વરસાદને ખેડૂતો માટે રાહતની બાબત ગણાવી છે. ઓગસ્ટના વરસાદનું પાણી ખેડૂતો માટે સારું હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં વરસનાર વરસાદનું પાણી ખેડૂતો માટે ખરાબ હોવાનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોને પાક લઈ લેવા અંબાલાલ પટેલે સૂચન કર્યું. તેમજ સપ્ટેમ્બર મહિનામાં ખેતરોમાં જીવ જંતુ નીકળી શકે તેવી શક્યતા વ્યક્ત કરી ખેડૂતોને સચેત રહેવા સૂચન કર્યું.   

6/7

હવામાન વિભાગે ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આજથી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા તાપી નવસારી વલસાડમાં રેડ એલર્ટ છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ , પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં ઓરેંજ એલર્ટ છે. આમ, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

7/7

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.  





Read More