PHOTOS

અંબાલાલ કરતા પણ ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી! છેલ્લા 80 વર્ષમાં ના થયું તે એપ્રિલમાં થયું, હવે મેમાં તો....

Gujarat Weather 2024: દેશમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અનેક જગ્યાએ એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવે તો સ્થિતિ એવી છે કે, ઠંડા પ્રદેશો પણ ગરમીમાં શેકાઈ રહ્યાં છે. તો પછી ગુજરાત જેવા સૂકા પ્રદેશનુ શું કહેવું. હવેના દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી આવી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગરમાં 41 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જશે.

Advertisement
1/6

ગુજરાતના હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. 2થી 4 મે સુધી રાજ્યમાં 41થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. 2024નો એપ્રિલ મહિનો છેલ્લા 80 વર્ષમાં જોઈએ તો સૌથી વધુ ગરમ રહ્યો છે. સાથો સાથ આવનાર દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ જોવા મળતી નથી.

2/6
ગરમીથી શેકવવા થઈ જાવો તૈયાર
ગરમીથી શેકવવા થઈ જાવો તૈયાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં સખત હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી કરાઈ છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાંઆવી છે. તો સાથે સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ એલર્ટ પણ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહે છે. 

Banner Image
3/6

એપ્રિલ મહિનામાં દેશમાં ગરમીએ તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવાર સૌથી ગરમ દિવસ રહ્યો. 1921 બાદ પહેલીવાર આટલી ભીષણ ગરમી અનુભવાઈ હતી. આકરો તાપ અને લૂથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. દેશના હિલ સ્ટેશનમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અનેક ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચ્યો છે. મે મહિનામાં પણ ભીષણ ગરમી પડવાની આગાહી છે. 

4/6

મહત્વનું છે કે, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ મે પછી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં ઉકળાટ સહન કરવો પડશે. તો સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઉંચકાશે. અમદાવાદમાં 42થી 43 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે.

5/6
'મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે'
'મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે'

પરેશ ગોસ્વામીએ રાજ્યમાં મતદાનના દિવસે એટલે કે 7 મેએ પણ આકરી ગરમી પડવાની આગાહી કરવા સાથે મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે તેવી આગાહી કરી છે. સાથે રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, નડિયાદ, કપડવંજ, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મામાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે.  

6/6

આ વર્ષે અલનીનોની અસર જોવા મળતા તાપમાન ઉંચું જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષમાં ઉનાળામાં સામાન્ય કરતા ગરમીમાં 2 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, 2024નો એપ્રિલ મહિનો છેલ્લા 80 વર્ષમાં જોઈએ તો સૌથી વધુ ગરમ રહ્યો છે. સાથો સાથ આવનાર દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ જોવા મળતી નથી.  





Read More