arat Weather Update: Red Alert Issued: ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે, ત્યારે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે...
મહીસાગર, દાહોદ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં 41-61 kmph ની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, સાથે અમદાવાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને દીવમાં હળવા વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું છે.
આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ તથા ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.