n : દક્ષિણ ગુજરાતથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને ધીરે ધીરે રાજ્યના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધશે. આવામાં હવામાન નિષ્ણાતો અંબાલા...
રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ગત 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. તો વડોદરાના ડભોઈમાં 6 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. છોટાઉદેપુરના સંખેડામાં 5 ઈંચ વરસાદ રહ્યો. આ ઉપરાંત સુરત, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો.
એક જ રાત્રમાં ડભોઈ શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી છે. પહેલા જ વરસાદમાં નીચાણવાળી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ઉમા સોસાયટીમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા. જેથી તંત્રની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચોમાસું ભલે મોડું આવે, પરંતુ આવતીકાલે 15 થી 20 જૂન સુધીમાં તીવ્ર થંડર સ્ટ્રોમ થવાની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલે કે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે, તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે.
હવામાન આગાહીકાર અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, કેટલાક સાયક્લોનિક સર્કલયુશેનના કારણે 18 જુન થી 24 જુને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વડોદરા, પંચમહાલ અને આણંદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશના બોર્ડર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમાં 24 થી 30 જુન સુધી વરસાદની આગાહી છે.