Gujarat weather forecast: હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે પવન ફૂંકાશે, જેની ગતિ લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. આ વિસ્તારોમાં હળવો થી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ હવામાન બગડવાની શક્યતા છે.
IMD Rain Alert : ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કરી હતી. IMD મુજબ પૂર્વોત્તર ભારતમાં પહેલાથી જ ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ છે અને આગામી ત્રણ દિવસમાં વરસાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવશે. 70થી 90 કિમી ઝડપના પવનો ફૂંકાઈ શકે છે. ગુજરાતના ઉત્તર અને પૂર્વ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે અને ત્યાં વરસાદ પણ આવશે.
10મી જૂને એક સિસ્ટમ બનશે જેની અસર ગુજરાત પર ઓછી થશે, પરંતુ બંગાળની ખાડી અને અરબ સાગરમાં ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 8થી 12 જૂનમાં ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ ભાગમાં 200 mm જેટલો વરસાદ પણ થઈ શકે છે. જેની અસર મુંબઈ, મહારાષ્ટ્રમાં થશે. આ સિસ્ટમ નબળી બનશે, ચોમાસું સક્રિય થશે. 12મી જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી શકે છે. 18મી જૂન બાદ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચે રાજ્યમાં બેવડું હવામાન જોવા મળે છે. આજે મંગળવારે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
હવામાન વિભાગે આજે મંગળવારની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે.
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 24 કલાકમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ બધા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, કેરળ અને માહેમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાના આગમન પછી, વરસાદ વધુ તીવ્ર બન્યો છે, જેનાથી ગરમીથી રાહત મળી છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે, જેની ગતિ લગભગ 60 કિ.મી પ્રતિ કલાકની હોઈ શકે છે. આ વિસ્તારોમાં હળવો થી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ હવામાન બગડવાની શક્યતા છે.
વીજળીના કડાકા, ભારે પવન (50 કિ.મી/કલાક સુધી) અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ આવું જ હવામાન રહી શકે છે. હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
આ ઉપરાંત, ગુજરાત, તેલંગાણા અને તમિલનાડુ (પુડુચેરી અને કરાઈકલ સહિત) અને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાનમાં પણ ધૂળના તોફાન આવી શકે છે, જે ચોમાસાના સંપૂર્ણ આગમન પહેલાં આ પ્રદેશમાં સામાન્ય છે.
હવામાન વિભાગ (IMD) એ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. વિભાગે કહ્યું છે કે ભારે વરસાદ અને ભારે પવન દરમિયાન ઘરની અંદર રહો અને બારીઓ અને દરવાજા બંધ રાખો. મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે, ખાસ કરીને જ્યારે હવામાન ખરાબ હોય.
જો તમે બહાર હોવ, તો ઝાડ અથવા ખુલ્લા ખેતરોથી દૂર રહો અને સુરક્ષિત જગ્યાએ આશરો લો. IMD એ એમ પણ કહ્યું કે શોર્ટ સર્કિટ ટાળવા માટે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને અનપ્લગ કરો. ઉપરાંત, હવામાન અપડેટ્સ પર નજર રાખો અને જો પરિસ્થિતિ વધુ વણસે તો તાત્કાલિક સલામત સ્થળે જવા માટે તૈયાર રહો.
આજે, ત્રીજી તારીખથી પાંચમી તારીખ સુધી મંગળવારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, દીવ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
છઠ્ઠી તારીખથી વરસાદનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે. શુક્રવારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, દીવ, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
સાતમી અને આઠમી તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.