arat Rain Alert: ગુજરાતમાં મે મહિનાની શરૂઆતમાં મોટાભાગના શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ IMDએ 19 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી...
ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. એપ્રિલ મહિના દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં ભીષણ ગરમીએ હાહાકાર મચાવ્યો હતો, પરંતુ મે મહિનાની શરૂઆતથી જ વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે વીજળી પણ કડાકા ભડાકા સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં હવામાનની સ્થિતિ શું રહેશે. આ સાથે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ભારે વરસાદ પડવાની શક્યતા છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ પડી શકે છે. તો અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ આવશે. ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આજથી ગુજરાતમાં 41થી 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડવાની હવામાનની આગાહી છે.
આજે રાજ્યભરમાં વરસાદને લઈને ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ કરાયું છે. જેમાં 41 થી 61 kmph ની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે. 5-15 mm/hr છુટાછવાયા વરસાદની આગાહી છે. તો દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.
બનાસકાંઠામાં મોડી રાત્રે થરાદના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. મોરથલ સહિતના રાજસ્થાનને અડીને આવેલા ગામડાઓમાં કરા પડ્યા છે. ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં દાંતીવાડા ધાનેરા થરાદ સહિતના રાજસ્થાનને અડીને આવેલા તાલુકામાં કમોસમી વરસાદ આવ્યો છે.
8 મે સુધી રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદની આગાહી છે. 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો 7અને 8 મેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત રાજ્યમાં છૂટાછવાયો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. તો દક્ષિણ પૂર્વ માં સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થતા વરસાદી માહોલ છવાયો છે.
આગાહી મુજબ અમદાવાદ સહિત આખા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાતથી અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છે. થલતેજ અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા ભીંજાયા અને પાણીના ખાબોચિયા ભરાયા છે.
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હવામાનની સ્થિતિ એવી જ રહેશે. IMDની આગાહી મુજબ 4 મે થી 9 મે 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. આ સાથે વીજળી પડશે અને તોફાનની પણ પ્રબળ સંભાવના છે. જો કે, આ પછી હવામાન બદલાવાની અપેક્ષા છે.