PHOTOS

ગુજરાતમાં મેઘો છોતરાં કાઢી નાંખશે! આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain Alert: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ તેના ફરીથી સક્રિય થવાને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે અપડેટ આપ્યું છે. આ સાથે લોકોને કોઈ પણ કારણ વગર બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.

Advertisement
1/5
ક્યાં-ક્યાં પડશે વરસાદ?
ક્યાં-ક્યાં પડશે વરસાદ?

28મી જુલાઈએ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વલસાડ, વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ડાંગ, કચ્છ, જામનગર, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી છે.

2/5

29 જુલાઈએ છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં 30મીથી 2જી ઓગસ્ટ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે.

Banner Image
3/5
કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ
કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે જણાવ્યું કે, મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તેથી હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવા વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે ભાવનગર, જૂનાગઢ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં હળવા વરસાદની ચેતવણી છે.

4/5

આ તરફ વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, અંબાલાલ પટેલે સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવશે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. આમ, ઓગસ્ટ મહિનામાં વરસાદ યથાવત રહેશે. 

5/5

અંબાલાલ પટેલે 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ સાયકલોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ છવાયો છે. આ સાથે જ ઓગસ્ટમાં 6 થી 10 તારીખ અને 18 થી 21 તારીખે ભારથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ 3 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે. 





Read More