Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 30થી 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ આવવાની અંબાલાલ પટેલની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તાપી, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, દાહોદ, પંચમહાલ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ચોમાસાની ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન પસાર થતા ભારે વરસાદની આગાહી આવી છે. જેમાં 10 થી 14 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી કે રાજ્યમાં 22 થી 30 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલ પટેલના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો 9 થી 15 જૂલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.
ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી 10-11 તારીખ સુધી વરસાદ યથાવત રહેશે. મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે. જે રાજ્યના મધ્ય ભાગમાંથી થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના કરતાં હવેના વરસાદની તીવ્રતા વધશે. એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે. હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બદલતા હવામાનના કારણે રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ થયો છે. આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆતમાં 39 ટકા વરસાદ વરસી ગયો છે. ચાર મહિના ચાલતી ચોમાસાની સિઝનના પહેલા જ મહિનામાં અડધા કરતા વધુ વરસાદ પડી ગયો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે, જેથી ગુજરાતમાં 11 તારીખ સુધી સારા વરસાદ થવાના છે.