PHOTOS

ઓગસ્ટમાં આ તારીખથી મેઘો ફરીથી મચાવશે તબાહી! વરસાદની નવી સિસ્ટમ આ જિલ્લામાં કરશે તહસનહસ

Gujarat Rain Forecast: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગ દ્વારા સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ક્યાંય ભારે વરસાદ નોંધાયો નથી. મેઘરાજાએ મહિનામાં વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ સીઝનનો સરેરાશ વરસાદ ગત વર્ષની સરખામણીમાં વધારે થયો છે. 

Advertisement
1/5

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, તાપી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સાથે સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, નવસારી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

2/5

15 ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પડે પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે. એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હતા. જુલાઈમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. પરંતુ ઓગસ્ટમાં હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે. જો કે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે. પેસિફિક મહાસાગરમાં ટોપિકલસ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેશે. જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થશે. 

Banner Image
3/5

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે. ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે. 1 થી 10 ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. 

4/5

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમ હવે આપણાથી દૂર જઈ રહી છે અને નબળી પણ પડી રહી છે. હાલ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની નથી રહી. બનશે તો પણ નબળી બનશે અને ઉત્તર ભારત તરફ જાય તેવું લાગી રહ્યું છે. તેથી બંગાળની ખાડીનો લાભ હમણા નહીં મળે. અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ નથી બની રહી. 

5/5

આ વરસાદી સિસ્ટમ 10 ઓગસ્ટના બંગાળની ખાડીમાં બનશે, ત્યારબાદ તેમનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે. જો કે, ખેતકાર્યો સમયસર પુરા કરવા ખેડૂતોને અપીલ કરાઈ હતી. ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. 





Read More