PHOTOS

વરસાદના વધુ એક રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર! ઓગસ્ટમાં નવી સિસ્ટમ થશે સક્રિય, આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે, પરંતુ ઓગસ્ટમાં ફરીથી વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement
1/6

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. 

2/6

ઓગસ્ટમાં આમ તો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં ફરી મેઘો ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાકોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

Banner Image
3/6

ઓગસ્ટમાં સક્રિય થનારી વરસાદની નવી સિસ્ટમ વિશે વાત કરીએ તો, પેસિફિક મહાસાગરમાં ટોપિકલસ્ટ્રોમ બનવાની શક્યતાઓ છે, જે બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને વરસાદ લાવશે.

4/6

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. તો ભરૂચ, સુરત, ખેડા, આણંદ, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

5/6

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ઓગસ્ટમાં સારો વરસાદ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 10 ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી. 10 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, ત્યારબાદ તેનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે. 

6/6

ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. 





Read More