PHOTOS

ડંકાની ચોટ પર આ તારીખો લખી લેજો! હવે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં આવી શકે છે પૂર, અપાયું એલર્ટ

Gujarat Heavy Rain Forecast: આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ત રહેશે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. હાલની સ્થિતિને જોતા માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. કારણ કે દરિયો પણ તોફાની બને તેવી શક્યતા છે. 

Advertisement
1/5
આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ
આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ

આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

2/5

ગુજરાતમાં હાલમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનાં કારણે આગામી 7 દિવસ મેઘરાજા રાજ્યમાં બઘડાટી બોલાવી શકે છે. આગામી સાત દિવસ ગુજરાત માટે ખુબ જ ભારે છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે. . દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ  વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.  

Banner Image
3/5
અંબાલાલની ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલની ભારેથી અતિભારે વરસાદની આગાહી

છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ  વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર વધશે. જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજા અનરાધાર વરસી શકે છે. પાટણ, સમી, હારીજમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો જળમગ્ન થાય તે પ્રકારનો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો આ ઉપરાંત કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

4/5

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાત માટે 7 જુલાઇથી 12 જુલાઇ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા કાઢે તેવી શક્યતા છે. જો કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો પણ ઇચ્છે છે કે, હવે મેઘરાજા ખમૈયા કરે. સતત વરસાદનાં કારણે તેમનો પાક બળી જાય તેવી શક્યતા છે. જેનાં કારણે હવે વરાપ નિકળવી ખુબ જ જરૂરી બની છે.

5/5

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સીઝનનો 38 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 30 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા. અત્યાર સુધીમાં ચાર તાલુકા એવા છે કે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ થયો હતો તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 109 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. 77 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે 25 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં બે જ તાલુકામાં સરેરાશ બે ઈંચ માંડ વરસાદ વરસ્યો છે.





Read More