arat Rain Prediction: ગુજરાતમાં ફરી એકવાર આગામી 2 દિવસ હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા પછી દક્ષિણ ગુ...
ગુજરાતના અલગ-અલગ ભાગોમાં હવામાન બદલાવાનું શરૂ થયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 29 મેના રોજ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે 29 મેના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ ઉપરાંત IMDએ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે IMDએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આજે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, નર્મદા અને બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.