PHOTOS

આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લામાં મેઘો ભુક્કા બોલાવશે, અપાયું રેડ એલર્ટ; વાવાઝોડા જેવો પવન ફૂંકાશે!

Gujarat Weather 2025: આગામી ત્રણ કલાક ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.
 

Advertisement
1/5

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગનું નાવકાસ્ટ બુલેટિન જાહેર કરાયું છે. સવારના 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી છે. ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રેડ અલર્ટના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 70-80 કિ.મીના પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, બોટાદ, ખેડા, મહીસાગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં હળવો વરસાદ પડી શકે છે.

2/5

રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં હળવા  વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. બાકીના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. કેટલાક વિસ્તારોમાં તો 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. 

Banner Image
3/5

મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. વડોદરા, સુરત અને ભરૂચમાં પણ હળવાથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી ચૂક્યો છે તેની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ  પટેલે મોટી આગાહી કરી છે. 

4/5

ગુજરાતના હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઈ રહી છે, જેને પગલે અનેક જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' અને 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યા છે.

5/5
માછીમારોને સૂચના
માછીમારોને સૂચના

દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. આગામી દિવસોમાં રાજ્યભરમાં હવામાન પલટો અને કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેને પગલે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર થવાની સંભાવના છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.





Read More