PHOTOS

ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદે છોતરાં પાડી દીધા! હવામાને જાહેર કરેલા આંકડાથી ખેડૂતો ખુશખુશાલ

Gujarat Rains: હિમાચલ પ્રદેશથી લઈને બિહાર સુધી અને રાજસ્થાનથી ગુજરાત સુધી મેઘરાજાએ કાળો કહેર મચાવ્યો છે. આકાશમાંથી સતત પાણી વરસી રહ્યું છે અને લોકોની મુસીબત વધારી રહ્યું છે. અનરાધાર વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય છવાઈ ગયું છે અને માણસ પાણીના પ્રહાર સામે લાચાર બની ગયો છે. ત્યારે મેઘરાજાની તોફાની બેટિંગથી કેવી સ્થિતિ સર્જાઈ?
 

Advertisement
1/8

આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે તો રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસશે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવશે તેવી આગાહી કરી નાખી છે. 

2/8

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે વરસેલા ભારે વરસાદથી જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. 48 કલાક બાદ પણ પાણી ન ઓસરતા પ્રજાજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભારે વરસાદથી ખેડૂતોના ખેતરો જળ મગ્ન બનતા મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

Banner Image
3/8

મહેસાણાના ધરોઈ ડેમમાં જોરદાર પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાં જળ સપાટીમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાં 83.89 ટકા પાણીનો જથ્થો છે. હાલધરોઈ ડેમની સપાટી 617.74 ફૂટ પર પહોંચી ગઈ છે. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફૂટ છે બીજી બાજુ હાલ ડેમમાં 2292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

4/8

દેશ અને ગુજરાતમાં સિઝનમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. દેશમાં સામાન્ય કરતા 7 ટકા વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સરેરાશ કરતા 35 ટકા વધુ વરસાદ વરસ્યો છે. રાજસ્થાનમાં સરેરાશ કરતા 92 ટકા વધારે વરસાદ પડ્યો છે. રાજસ્થાન, લદ્દાખ, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે મધ્ય પ્રદેશ, ગુજરાત, ઝારખંડમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે.

5/8

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ અત્યાર સુધી થયેલા વરસાદના આંકડા જાહેર કર્યા છે. આઈએમડી અનુસાર, ભારતમાં ચાલુ વર્ષે ૧ જૂનથી ચોમાસની શરૂઆત થયા બાદ અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ૭ ટકા વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ વરસાદનું વિતરણ રાજ્યોમાં અસમાન રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, અત્યાર સુધીમાં ૪૪૭.૮ મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય સરેરાશ ૪૧૮.૯ મિમી છે. જોકે, ક્ષેત્રિય સ્તરે વરસાદના અલગ અલગ આંકડા જોવા મળ્યા છે. આઈએમડીના આંકડા અનુસાર, રાજસ્થાન, લદાખ, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં સામાન્ય કરતાં ઘણો વધુ વરસાદ નોંધાયો છે. જેને લાર્જ એક્સેસ રેઈનફોલ શ્રેણીમાં મૂકવામાં આવ્યો.

6/8

રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૩૮૪.૭ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ત્યાંનો સામાન્ય વરસાદ ૨૦૦.૪ મિમી હોય છે, જે ૯૨ ટકા વધારે છે. આ જ રીતે લદ્દાખમાં સામાન્ય રીતે ઓછો વરસાદ પડે છે. ત્યાં ૧૦.૭ મિમીની સરેરાશ સામે ૩૦ મિમી લ. વરસાદ પડ્યો છે. જે સામાન્ય કરતાં ૧૮૧ ટકા વધુ છે. નાગાલેન્ડ અને મણિપુરમાં ક્રમશઃ ૫૧૪.૫ મિમી અને ૪૫૭.૯ મિમી વરસાદ પડયો. જે સામાન્યની નજીક છે. 

7/8

જયારે સિક્કિમમાં ૫૯૮.૪ મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૭૮ ટકા વધુ છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ૬૪૫.૮ મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૫૪ ટકા વધુ છે. ગુજરાતમાં ૪૬૩.૫ મિમી વરસાદ નોંધાયો, જૈ ૩૫ ટકા વધુ છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં ૧,૪૬૬.૧ મિમી વરસાદ પડયો, જે ૨૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

8/8
ઓછા વરસાદવાળા રાજ્યો
ઓછા વરસાદવાળા રાજ્યો

અરુણાચલપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપમાં સામાન્ય કરતાં ૨૦થી ૫૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અરુણાચલપ્રદેશમાં ૯૪૨.૨ મિમીની સરખામણીમાં ૫૨૧.૮ મિમી વરસાદ પડયો, જે ૪૫ ટકાની ઘટ છે; જ્યારે બિહારમાં ૪૭૪.૨ મિમીની તુલનાએ ૨૭૨ મિમી વરસાદ વરસ્યો છે, જે સામાન્ય કરતાં ૪૩ ટકા ઓછો છે.





Read More