PHOTOS

આવશે ગાજવીજ સાથે મેઘાની સવારી! 30થી 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, જાણો ક્યાં દિવસે ક્યા પડશે વરસાદ

ther Update: ફેબ્રુઆરી મહિનો અડધો થઈ ગયો છે, ઠંડીની મોસમ ચાલી રહી છે, તેમ છતાં ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્...

Advertisement
1/7

દેશમાં આજે હવામાનની પેટર્ન ફરી બદલાઈ ગઈ છે. હાઈવે પર લોકોને ઓછા પ્રકાશના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઓછી જણાઈ રહી છે, ત્યારે અંબાલાલની તે આગાહી સાચી પડી છે. પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પાકિસ્તાન અને પડોશમાં એક સાઈક્લોનિક સર્કુલેશનના રૂપમાં સક્રિય છે. ઉત્તર-પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના મેદાનોમાં દરિયાની સપાટીથી 12.6 કિમી ઉપર 231 કિલોમીટર (125 નોટ) પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વોત્તર આસામ અને નીચલા ક્ષોભમંડલ સ્તરોમાં સાઈક્લોનિક સર્કુલેશન બનેલું છે.   

2/7

છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે ઠંડીમાંથી રાહત મળી છે, પરંતુ ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીનું જોર ફરી વળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ઝડપ વધશે જેના કારણે બંને રાજ્યોમાં ઠંડકનો અનુભવ થશે. જાણો 230 કિમીની ઝડપે ફૂંકાતા પવનની યુપી અને બિહારના હવામાન પર શું અસર પડશે?

Banner Image
3/7

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે.  

4/7

અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 13 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.  

5/7

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં 13 ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ચાલો જાણીએ IMD નું લેટેસ્ટ અપડેટ શું છે? ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને પાડોશ પર એક સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય છે અને બીજું સાઈક્લોનિક સર્કુલેશન ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં છે. 

6/7
કેવું રહેશે યુપીમાં હવામાન?
કેવું રહેશે યુપીમાં હવામાન?

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ફરી એકવાર ઠંડા પવનોને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગતરોજ પવનની ગતિ વધી હતી, જેના કારણે વાતાવરણમાં ફરી ઠંડકનો અહેસાસ શરૂ થયો છે. આજે પણ પશ્ચિમ અને પૂર્વ યુપીમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 થી 18 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં ફેરફાર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના બંને ભાગોમાં રાત્રે અને સવારે ધુમ્મસની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

7/7

પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે કે આગામી કેટલાક દિવસો એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે. એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીંવત છે. હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ વર્ષા મોટાભાગે આ સમયમાં ઝાકળ વર્ષા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. ઝાકળને કારણે શિયાળું પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકડ આવવાનો નથી એટલે જાકડ વરસાદથી પણ કોઈએ ડરવાનું નથી હાક જોવા મળશે પણ એ છૂટા છવાયા વિસ્તારમાં હશે.   

TAGS

Gujarat Weather Newsimd forecast for Gujarat weatherFall in minimum temperatureગુજરાત હવામાન આગાહીગુજરાત હવામાનઠંડી વધશેપરેશ ગોસ્વામીગુજરાતના સમાચારgujarat newsGujarat current affairsગુજરાતના આજના સમાચારગુજરાતના અત્યારના સમાચારહવામાનના સમાચારઉત્તરાયણહવામાનની આગાહીGujarat WeatherWeather NewsUttarayanWeather ForecastGujarati Newsગુજરાતી ન્યૂઝગુજરાત સમાચારgujarat weather forecastweather updatesઅંબાલાલની આગાહીpredictionGujarat Monsoon ForecastગુજરાતgujaratRainfall NewsAmbalal Patel forecastWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીIMDIndia Meteorological Departmentવરસાદની આગાહીહવામાન વિભાગની આગાહીAmbalal PatelMonsoon UpdateParesh Goswami forecastપરેશ ગોસ્વામીની આગાહીવાવાઝોડું આવી રહ્યું છેવાવાઝોડુંCyclone AlertCyclonic Circulationસાયક્લોનિક સરક્યુલેશનવાવાઝોડું ત્રાટકશેColdwaveWinterકાતિલ ઠંડીઠંડીની આગા




Read More