PHOTOS

Photos : અમરાઈવાડી બેઠક પર અનોખો નજારો, જુડવા ભાઈ અને જુડવા બહેનોની જોડી વોટ આપવા પહોંચી

ગુજરાતની 6 બેઠકો પર યોજાઈ રહેલ પેટાચૂંટણી (Assembly Election 2019) ના મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, હાલ મતદાનનુ પ્રમાણ સરેરાશ ઓછું છે, પરંતુ આ આંકડો વધે તેવી શક્યતા છે. મતદાન વચ્ચે કેટલાક મતદારોનો અનોખો જુસ્સો જોવા મળ્યો. જેમાં ખાસ નજારો અમદાવાદ (Ahmedabad) ની અમરાઈવાડી બેઠક પર જોવા મળ્યો. જુઓ....

Advertisement
1/5

અમરાઈવાડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં બે જુડવા બહેનો એકસાથે મતદાન કરવા પહોંચી. વિધિ અને વિશ્વા ચૌધરી નામની બે બહેનોએ બીજી વખત મતદાન કર્યું. વોટ આપીને બંનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ચૂંટાયેલો પ્રતિનિધિ કામ કરશે.

2/5

દિવ્યાંગ મતદાર પણ નોકરી જતા પહેલા 8 વાગે મતદાન કરવા આવી પહોંચ્યા અને વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવાની ફરજ ચૂક્યા ન હતા. 

Banner Image
3/5

બનાસકાંઠાની થરાદ બેઠક પર 86 વર્ષીય વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા હતા. લાકડીના ટેકે માજી પરિવારની સાથે વોટ આપવા પહોંચતા અન્ય મતદારોનો જુસ્સો પણ વધ્યો હતો. દેમાબેન માળી નામના 85 વર્ષીય માજીએ આનંદ નગર પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું. 

4/5

અમરાઈવાડી બેઠક પર બે જુડવા ભાઈઓ એકસાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તૃપીલ અને રૂપિલ નામના ભાઈઓએ એકસાથે આવીને મતદાન મથક પર ભારે ચર્ચા જગાવી હતી.

5/5

અમરાઈવાડી બેઠક પર 80 વર્ષીય પેરાલિસિસના દર્દીએ મતદાન કર્યું હતુ. લાકડીના ટેકે ચાલતા આ દર્દીને તેમનો પરિવાર વોટ કરાવવા લઈ આવ્યો હતો. 





Read More