ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને પરિણામ પણ આવી ગયું. જેમાં ગુજરાતની જનતાએ 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપને ફરીથી ખોબલે ખોબલે મત આપીને સત્તામાં લાવી દીધુ. ભારતીય જનતાએ એક પછી એક રેકોર્ડ પણ સર્જ્યા. જેમાં એક રેકોર્ડ તો કોંગ્રેસનો તોડ્યો. 1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે આ વખતે ભાજપે તે રેકોર્ડ તોડીને 156 બેઠકો મેળવી બધા રેકોર્ડ તોડી નાખ્યા. બીજો રેકોર્ડ એ પણ બન્યો કે ભાજપના 10 ઉમેદવારો તો એક લાખ કરતા પણ વધુ મતની સરસાઈથી જીત્યા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1.92 લાખ મતથી જીત્યા. આ 10 ઉમેદવારો જંગી સરસાઈથી જીત્યા..