Gujarat Vidhansabha : હાલ ગુજરાત વિધાનસભાનું મેકઓવર થઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાને રંગરોગાન અને સજાવટ કરીને નવા વાઘા પહેરાવાઈ રહ્યાં છે. ત્યારે વિધાનસભા પ્રાંગણને ભાતીગળ કળાથી શણગારવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભા હવે નવી નવી જોવા મળશે. વિધાનસભાના ભોંયતળીયે સજાવટ શરૂ કરાઈ છે. આ માટે વિવિધ કલાઓનો ઉપયોગ કરાયો છે.
વિધાનસભાના ગ્રાઉન્ડ ફ્લોર પર માતાની પછેડી, કલમકારી, પીથોરા, મડ વર્ક તથા શુભ ભરતથી શણગારવામાં આવી રહ્યું છે.
તો પીથોરા આર્ટ વર્ક પણ તૈયાર કરાઈ રહ્યું છે. જે પદ્મશ્રી પરેશ રાઠવા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. શુભ ભરત થરાદની કળાનો પણ ઉપયોગ કરાયો છે.