arat Rain forecast: ચોમાસુ સત્તાવાર હજુ બેઠું નથી પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુ...
તો બીજીબાજુ નદીઓમાં ભારે પૂરના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસવા લાગ્યું છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે 5 રાજ્યોના સાડા 5 લાખથી વધારે લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. જ્યારે 36થી વધારે લોકોનાં મોત થયા છે. હજુ પણ આકાશમાંથી અનરાધાર આફત વરસી જ રહી છે. ત્યારે પૂર્વોત્તર ભારતના કયા રાજ્યોમાં કેવું મેઘતાંડવ જોવા મળ્યું?
ગુજરાતની વાત કરીએ તો વલસાડના ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સવારે અચાનક ત્રાટકેલા વરસાદને કારણે નોકરીયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઈડરમાં પોણા 3 ઈંચ વરસ્યો ખાબક્યો છે.
ચોમાસા પહેલા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ. થયો છે. હવે વિગતવાર વરસાદના આંકડાઓની વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરમાં વરસ્યો પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે આણંદના સોજીત્રામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તેવી જ રીતે આણંદના ખંભાતમાં અઢી, તારાપુરમાં સવા ઈંચ વરસાદ, મહેસાણા, વલસાડ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. નવસારીમાં સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ, જ્યારે નવસારીના ગણદેવી, ચીખલી, જલાલપોરમાં વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ વરસાદ થશે. 9 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 9 જૂન બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.
હવામાન વિભાગે આજે બુધવારથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શકયતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
બીજી તરફ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ચકવાતી સિસ્ટમ સર્જાયેલી છે. જેને કારણે આગામી સાત દિવસમાં પૂર્વોત્તરનાં રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. એમપી અને રાજસ્થાન સહિત ૨૦ રાજયોમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. નોર્થ ઈસ્ટ રાજ્યોમાં અત્યાર સુધીનાં વરસાદમાં ૪૦થી વધુ લોકોનાં મોત થયા છે.