n : રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળદાર વરસાદ આવી શકે છે. ભાવનગર અને અમરેલીમાં અતિભારે વરસાદ ...
હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો જ્યારે અન્ય જિલ્લાઓમાં યેલો એલેટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો પવનની ગતિ 25/35 કિમી પ્રતિકલાકની રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી છે. વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા કહ્યું કે, ગુજરાતમાં ચોમાસાંનું આગમન થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કારણે વરસાદની આગાહી છે. 24 કલાકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ લો પ્રેશર બનશે. લો પ્રેશર વૉલમાર્ટ લો પ્રેશરમાં પરિવર્તિત થશે. રાજ્યમાં આજથી 17 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આદે મંગળવારે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. પવનની ગતિ 25/35 કિમી પ્રતિ કલાકની રહેશે. તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ચોમાસું ગુજરાતમાં સક્રિય થઈ ગયું છે. 17 થી 19 જૂન દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. તેમણે કહ્યું કે, વિશ્વા વસુ નામનું સંવત્સર હોવાથી વાતાવરણમાં ગાજવીજ વધારે રહેશે. તેમજ કેટલાક ભાગોમાં વીજ પ્રપાત રહી શકે છે. 26 થી 30 માં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થશે. નવસારી, સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જૂનાગઢ અને તેની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે. તો રાજકોટમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ચોમાસાને લઇને આગાહી આવી છે. તેમણે કહ્યું કે, ઘણા સમયથી ચોમાસું નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયું છે. ગુજરાતમાં નૈરૂત્યના ચોમાસાની શરૂઆત થઈ છે. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા 5 દિવસ રાજ્યમાં વારસાદની આગાહી આટલા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે.