ther Forecast: ગુજરાતમાં ગત વર્ષે 11મી જૂનના રોજ ચોમાસાના પ્રારંભ થયો હતો, જેની સરખામણીએ આ વખતે ચોમાસું વહેલુ આવવાની હવામાન વિભાગ અને હ...
હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદી માહોલ રહેશે. એ સિવાય કેટલાક વિસ્તારોમાં પ્રતિકલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યનાં ૮ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી જેટલુ વધુ નોંધાયું છે. ગાંધીનગર અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ, રવિવારના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દિવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી મોહાલ રહેશે.
હવામાન નિષ્ણાતે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. 15 તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 15 થી 22 તારીખમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 5 જૂન પછી,દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થશે. જોકે, આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, રવિવારથી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે. 10 જૂન આસપાસ ચોમાસું વલસાડની આસપાસ પહોંચી શકે છે. જો કે, આ સાથે જ તેમણે રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી કરી છે. જે 12 થી 15 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થઈ જશે તેવું જણાવ્યું છે.
હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે આગામી સાત દિવસમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. પરંતુ રાજ્યમાં વરસાદ માટેની કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી. ભેજને કારણે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ કેન્દ્ર હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ 9થી 12 જૂન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં 12થી 18 જૂન દરમિયાન ચોમાસાનું આગમન થઈ શકે છે.