PHOTOS

ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે વરસાદ બોલાવશે ભુક્કા! 12 જિલ્લામાં આંધી-તોફાનનું એલર્ટ; જાણો 30 મે સુધી કેવું રહેશે હવામાન

arat Weather Forecase: ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી ર...

Advertisement
1/7

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 24 મેના રોજ કેરળમાં પહોંચ્યું. સામાન્ય રીતે, ચોમાસુ 1 જૂને આવે છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ કોંકણ કિનારા પર દબાણ છે. તે લગભગ પૂર્વ તરફ આગળ વધે અને દક્ષિણ દરિયાકાંઠાના મહારાષ્ટ્રને પાર કરે તેવી શક્યતા છે. 

2/7

ગુજરાતના હવામાનમાં અચાનક ઘણો પલટો આવ્યો હોય તેવું લાગે છે. રાજ્યમાં ભારે વરસાદ અને આંધી-તોફાનની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં આ બદલાવ પાછળનું કારણ અરબી સમુદ્રમાં રચાયેલી સિસ્ટમ છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે. IMD અનુસાર આગામી દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં આંધી-તોફાન સાથે વાવાઝોડું, ગાજવીજ અને વરસાદની પ્રબળ સંભાવના છે. આ સાથે જ IMDએ 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Banner Image
3/7
રાજ્યમાં વરસાદ મચાવશે તબાહી
રાજ્યમાં વરસાદ મચાવશે તબાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મે 2025ના રોજ ગુજરાતના ઘણા અલગ-અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની પ્રબળ સંભાવના છે. IMD મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,  અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોડાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી છે.

4/7
આ જિલ્લાઓમાં આંધી-તોફાનનું એલર્ટ
આ જિલ્લાઓમાં આંધી-તોફાનનું એલર્ટ

આ ઉપરાંત IMDએ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 

5/7

આ સાથે IMDએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ IMDએ આ જિલ્લાઓમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

6/7
26 મેના રોજ હવામાન કેવું રહેશે?
26 મેના રોજ હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 મે સુધી સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર-સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

7/7

કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસું આવે છે અને 8 જૂન સુધી આખા દેશને કવર કરી લે છે. 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતથી પાછું હટવાનું શરૂ કરી દે છે અને 15 ઓકટોબર સુધી સંપૂર્ણ રીતે વિદાય લઈ લે છે. પરંતુ આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળમાં પહોંચી ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે હવામાનના સતત ફેરફારોથી ક્લાઈટમેન્ટ ચેન્જના કારણે હવામાન હવે અનિશ્ચિત થઈ રહ્યું છે. હવે એ નક્કી કરવું મુશ્કેલ છે કે વરસાદ ક્યારે થશે અને કેટલો થશે? અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. દરિયાનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેતા ચોમાસાના પવનો વધુને વધુ સક્રિય બન્યા છે.  





Read More