PHOTOS

ગુજરાતના 11 જિલ્લામાં વળી જશે તહસનહસ! હવામાન વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ; વાવાઝોડા જેવો પવન ફૂકાશે

arat Weather Forecast: ગુજરાતમાં ભીષણ ગરમી વચ્ચે ઘણા જિલ્લાઓના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે IM...

Advertisement
1/8

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકાે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના પશ્ચિમી વિસ્તારોમાં નારોલ લાંભા, ઘાટલોડિયા, પ્રહલાદનગર સહિત કરા સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ ભાગના ઘણા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ઉપરાંત ગાંધીનગરના માણસામાં 0.94 ઇંચ, નડિયાદમાં 0.87 ઇંચ, વડોદરામાં 0.79 ઇંચ, દિયોદરમાં 0.75 ઇંચ, સોજિત્રામાં 0.75 ઇંચ, ભાવનગરમાં 0.67 ઇંચ, કપડવંજમાં 0.63 ઇંચ, વસોમાં 0.63 ઇંચ, ધોળકામાં 0.59 ઇંચ, મહેસાણામાં 0.39 ઇંચ, બાયડમાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યના 49 તાલુકાઓમાં એક ઇંચ કે તેથી ઓછો વરસાદ નોંધાયો છે.

2/8

હવામાન વિભાગે આજે સાંજથી આગામી ત્રણ કલાક માટે આગાહી પણ આપી છે. આમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Banner Image
3/8
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, મોરબી, પંચમહાલ, વડોદરા અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

4/8
આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે?
આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે?

તમને જણાવી દઈએ કે, ગુજરાતવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જો કે, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ સાથે 6 મે થી 9 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. જો કે, આ પછી હવામાન બદલાઈ શકે છે.

5/8

રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પાકિસ્તાન પર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે. અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે ગુજરાતના મિડ લેવલ ઉપર 700 HPA લેવલે ખૂબ અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના કારણે હજુ આવનારા ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં અનેક જગ્યાએ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

6/8

રાજ્યમાં 10 મે સુધી માવઠાનો માર રહેશે યથાવત. ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી ભારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે.

7/8

રાજ્યમાં 12 મે સુધી ભારે પવન સાથે વરસાદ વરસશે. હાલ અરબ સમુદ્ર પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. જેના કારણે છેલ્લા 2 દિવસથી ગુજરાતના  વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે 70થી 80 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.   

8/8

આજે દક્ષિણ ગુજરાત એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 10 મે બાદ ધીરે ધીરે આ સ્થિતિ નોર્મલ થઇ જશે પરંતુ 12 મે સુધી રાજ્યમાં છૂટછવાયો વરસાદ ભારે પવન સાથે વરસી શકે છે. હવામાન વિભાગે  ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ સહિત  કચ્છ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ દિવસભર રહેશે અને આ સાથે ભારે પવન સાંજે બપોર બાદ વરસાદનુ પણ અનુમાન છે.





Read More