ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોખમ તોળાઈ રહ્યું છે. હાલમાં અફઘાનિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને સાઈક્લોનિક સર્ક્યુલેનશનમાં ફેરવાઈ ગયું છે. આ સાથે જ વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે. જેની અસર અમદાવાદ સહિત રાજ્યમાં જોવા મળી શકે છે. અમદાવાદમાં હવે ઠંડી વધી શકે છે. બીજી બાજુ રાજ્ય હવામાન વિભાગે પણ આવનારા સમયમાં કમોસમી વરસાદની આગાહી કરેલી છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે.
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે વરસાદની આગાહી કરેલી છે. 2 અને 3 ફેબ્રુઆરીના માવઠાની આગાહી કરાઈ છે.
2 ફેબ્રુઆરીના અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમન દાદર નગર હવેલી માવઠાની આગાહી કરાઈ છે જ્યારે 3 ફેબ્રુઆરીના અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર , દાહોદ માં માવઠાની આગાહી છે.
જાણીતા આગાહીકાર અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરેલી છે. બીજી ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. તેમણે પણ આગાહી કરતા કહ્યું છે કે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે.
આગાહી મુજબ ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રૂપ હોવાની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે