PHOTOS

આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ થઈ સક્રિય

Gujarat Weather Forecast: ગુજરાતમાં અચાનક ચોમાસાના આગમનને કારણે વરસાદ હવે થોડો ઓછો થયો છે. કેટલાક શહેરોમાં ગરમી ફરી વધવા લાગી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. નવી આગાહી મુજબ આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. કારણ કે, વાતાવરણમાં ફરી ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. આ કારણે 25 થી 29 ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.   

Advertisement
1/6

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો હતો, પરંતુ હવે તે બંધ થઈ ગયો છે. હાલમાં ગરમી ફરી વધવા લાગી છે અને ભેજ પણ વધ્યો છે. વરસાદ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. જો કે, છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદથી લોકોને ઘણી રાહત મળી છે, પરંતુ પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી છે. હવામાન નિષ્ણાતે આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

2/6

રાજ્યના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ધ્રુજાવી દે તેવી આગાહી કરી છે. 27 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગર વડોદરા અને અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ પડશે. કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે.  સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે. 2 ઓગસ્ટ સુધી મોટાભાગના નદી અને જળાશયોમાં પાણીની આવક વધશે.   

Banner Image
3/6

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની એક્ટિવિટી જોવા નથી મળી રહી. પરંતુ આવનાર દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે. બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. 24 થી 36 કલાક મજબૂત થઇ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અનુમાન છે. આ સિસ્ટમમાં કોઇ ફેરફાર થાય તો 27 જુલાઇથી 31 જુલાઇ સુધી સારા વરસાદનું અનુમાન છે. આ રાઉન્ડ બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદનો લાંબો ગેપ આવશે. 

4/6

હવામાન વિભાગે આજે નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, 25 જુલાઈએ ડાંગ, સુરત, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. 26 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 26 જુલાઈએ સુરત, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, ડાંગમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

5/6

27 જુલાઇએ છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહિસાગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં વરસાદની સંભાવના છે.

6/6

28મીએ સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 29મી જુલાઈએ પાટણ, અરવલ્લી, મહિસાગર, કચ્છ, નવસારી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.





Read More