PHOTOS

આગામી 24 કલાક ગુજરાત માટે ભારે! આ 14 જિલ્લામાં આંધી-વંટોળ સાથે ધોધમાર વરસાદનું એલર્ટ

arat Weather Update: ગુજરાતના ઘણા જિલ્લાઓના હવામાનમાં પલટો આવ્યો છે. ગત મોડી સાંજે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાનમાં અચાનક પલટ...

Advertisement
1/7

ગુજરાતમાં હવામાન સતત બદલાતું રહ્યું છે. આ દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ અને તોફાનનો સમયગાળો ચાલી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી 30 મે સુધી ગુજરાતમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની સંભાવના છે. બીજી તરફ આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે મોટી આગાહી કરી છે.  

2/7

હવામાન વિભાગની હાલની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતના પાટણ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવા સાથે હળવો વરસાદ પડી શકે છે.

Banner Image
3/7

દેશમાં મેઘરાજાની સવારી આગળ વધી રહી છે. કેરળ બાદ મહારાષ્ટ્રમાં 12 દિવસ વહેલું ચોમાસું બેઠું છે. હવે 2-3 દિવસમાં મુંબઈમાં ચોમાસાનું આગમન થશે. 7થી 11 જૂન વચ્ચે આવતું ચોમાસુ મુંબઈમાં પણ વહેલું આવશે. બે દિવસ પહેલા કેરળમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયો છે. કેરળમાં 8 દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસું બેઠું છે. ત્યારે મુંબઈમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાત તરફ મેઘસવારી આવશે. 

4/7
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં આજે આંધી વંટોળ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાની 28 મેથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ જોવા મળશે.

5/7
અંબાલાલ પટેલની નવી આગાહી
અંબાલાલ પટેલની નવી આગાહી

ગુજરાતના વાતાવરણમાં મોટા પલટો આવી રહ્યો છે. ભરઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતના વાતાવરમમાં થઈ રહેલી આ મોટી ઉથલપાથલ વિશે નવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજે ગુજરાતના અનેક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે છે. 28 મેથી જુનની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે. આ દિવસોમાં પવનની ગતિના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે. 

6/7
ગુજરાતમાં ચોમાસું ક્યારે
ગુજરાતમાં ચોમાસું ક્યારે

કેરળ, મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ ચોમાસું ગતિ પકડી રહ્યું છે. 10 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે. અરબ સાગરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે. મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે, જેનાથી જળ ભરાવાની સ્થિતિ સર્જાશે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. 

7/7
10 જુન સુધી વરસાદ ખેંચાશે
10 જુન સુધી વરસાદ ખેંચાશે

તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે. શરૂઆતી વરસાદ બાદ સિસ્ટમ ન બનતા 10 જુન બાદ છૂટોછવાયો વરસાદ આવી શકે છે. જો કે, 10 જુન બાદ વરસાદ ખેંચાવાની શક્યતા છે. અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ જોવા મળશે. 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.





Read More