મી સપ્તાહમાં પણ આકાશી આફત વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે,,અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આગામી સપ્...
ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પ્રી-મોનસૂન એક્ટિવિટીની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, નવસારી, બોડેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
છ જૂને રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ અને નવસારીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
7 જૂનની વાત કરવામાં આવે તો ખેડા, અરવલ્લી, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ચોમાસા પહેલા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ. થયો છે. હવે વિગતવાર વરસાદના આંકડાઓની વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરમાં વરસ્યો પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે આણંદના સોજીત્રામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તેવી જ રીતે આણંદના ખંભાતમાં અઢી, તારાપુરમાં સવા ઈંચ વરસાદ, મહેસાણા, વલસાડ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. નવસારીમાં સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ, જ્યારે નવસારીના ગણદેવી, ચીખલી, જલાલપોરમાં વરસાદ પડ્યો છે.